લોક ડાઉન-5મા જાહેરાત થશે ત્યારબાદ જ અંબાજી મંદિર ખુલશે

વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર 20 માર્ચ થી 31 મે સુધી માઈ ભક્તો માટે સંપૂર્ણ બંદ છે ત્યારે અંબાજી મંદિર ખાતે તૈયારી ના ભાગરૂપે છેલ્લાબે ત્રણ દિવસથી મંદિર પરિસર મા સોશીયલ ડિસ્ટન્સના સ્ટીકર મારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે બીજી તરફ કેન્દ્ર સરકાર આદેશ કરે ત્યારબાદ જ અંબાજી મંદિર ખુલશે તેમ મંદિરના સૂત્રોએ માહિતી આપી છે.
અંબાજી મંદિર 51 શક્તિપીઠો મા અનેરૂ મહત્વ ધરાવે છે લોક ડાઉન 1 થી લોક ડાઉન 4 સુધી અંબાજી મંદિર માઈ ભક્તો માટે સંપૂર્ણ બંદ છે ત્યારે અંબાજી મંદિર લોક ડાઉન 5 મા ખુલશે કે કેમ ? તે માટે કેન્દ્રીય ગૃહ વિભાગની એડવાઇઝરીની રાહ જોવાઇ રહી છે અને જ્યારે લેખીત આદેશ અંબાજી મંદિરને મળશે તેના બાદ જ અંબાજી મંદિર ભક્તો માટે ખુલશે, હાલમા સેનેટરાંઇઝની વ્યવસ્થા પણ ટ્રસ્ટ તરફથી આરંભાઈ છે.
હજી સુધી પ્રસાદની કામગીરી શરૂ કરવામાં આવી નથી
અંબાજી મંદિરના ગાદીપતી ભટ્ટજી મહારાજ ભરત ભાઈ પાઘ્યા દ્વારા માહિતી આપવામાં આવી હતી કે અમને કોઈ આદેશ મળ્યો નથી પ્રસાદ બનાવવા માટે, જ્યારે આદેશ આપવામાં આવશે ત્યારબાદ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે
બપોરની આરતીના આજદિન સુધી કોઈ ભક્તે દર્શન કર્યા નથી
અખાત્રીજ થી અષાઢી એકમ સુધી અંબાજી મંદિર મા બપોર ની આરતી શરૂ કરવામાં આવી છે પરંતુ લોક ડાઉન ને પગલે કોઈ માઈ ભક્ત ને અંબાજી મંદિર ખાતે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો આથી કોઈ ભક્તે દર્શન કર્યા ન હતા, હવે લોક ડાઉન 5 મા જાહેરાત થશે ત્યાર બાદ જ ભક્તો બપોર ની આરતી નો લાભ લઇ શકશે
અંબાજીના લોકો સાચું માની બેઠા છે કે મંદિર ખુલશે જ !
અંબાજી મંદિર ખુલશે જ તે હજી સુધી સરકાર દ્વારા જાહેરાત કરી નથી, જ્યા સુધી કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત ના મંદિરો ખોલવાની જાહેરાત ન થાય ત્યાં સુધી અંબાજી મંદિર ખુલશે નહિ, અંબાજી મંદિરના ચેરમેન દ્વારા પણ કોઈ માહિતી મંદિર ટ્રસ્ટ ને આપવામાં આવી નથી, જ્યારે ઑફિસિયલ આદેશ આવશે તેના બાદ જ મંદિર ખુલશે તેની ભક્તો એ નોધ લેવી.