ધાનેરાના ગોલા ગામે મહિલાની છેડતી કર્યા બાદ મહિલાના પતિ પર હુમલો

- બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ધારાસભ્ય ના પીએ તરીકે ઓળખાણ આપતા દિનેશ મુસ્લા ભાઈએ પોતાના જ ગામમાં રાત્રિના સમયે મહિલા સાથે છેડતી કરી અને તે બાદ બીજા દિવસે મહિલાના પતિ પર હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે
ધાનેરા તાલુકાના ગોલા ગામે રહેતા મુસ્તુફા ભાઈ નામના ઈસમે એક મહિલાના ઘરે જઈ રાત્રે ના સમય દરવાજો ખખડાવ્યો હતો અને મહિલા એ દરવાજો ખોલતા મહિલા સાથે છેડતી કરી હતી ત્યારે મહિલાએ બૂમાબૂમ કરતાં મહિલાના પરિવારજનો જાગી ગયા હતા અને મુસ્તુફા ત્યાંથી ફરાર થઈ જવા પામ્યો હતોમુસ્તુફા નામનો યુવક છેલ્લા એક માસથી આ મહિલાને હેરાન પરેશાન કરી રહ્યો હતો તે બાબત પણ મહિલાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતી અને રાત્રીના સમયે મહિલાની છેડતી કર્યા બાદ મહિલાના પરિવારજનો જાગી જતાં ત્યાંથી ફરાર થઈ ગયો હતો બીજા દિવસે મહિલાના પરિવાર દ્વારા ગામના અગ્રણીઓ ને બોલાવી સમગ્ર ઘટનાની વાત કરી હતી.
ત્યારે મુસ્તુફા તેમજ તેના ભાઈઓ આલમ અને રસુલ ઉશ્કેરાઇ જઇ ભોગ બનનાર મહિલાના પતિ પર હુમલો કર્યો હતો ત્યારે મહિલા ના પતિ સારવાર અર્થે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છેઆ આરોપી અગાઉ પણ છેડતી અને હત્યા ગુનામાં સંડોવાયેલા હોય તેવું ગામલોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું તો બીજી તરફ આરોપીનો ભાઈ જે દિનેશ સુમરા ધાનેરા ધારાસભ્યના પીએ તરીકે તેની ઓળખ આપે છે અને તે ધારાસભ્યના પાવરથી લોકોને ડરાવતો હોય તેમ પણ લાગી રહ્યું છે અત્યારે તો આ મહિલાએ માત્ર ને માત્ર આજીજી કરી છે કે અમને ખરેખર સાચો ન્યાય મળવો જોઈએ અને આમાં કોઇપણ રાજકીય વ્યક્તિ ઇન્વોલ્વ ન થાય તેવી અપીલ પણ કરી છે.