અરવલ્લી SP એક્શન મોડમાં : શામળાજી પીએસઆઈ શિલ્પા પરમાર સસ્પેન્ડ

અરવલ્લી SP એક્શન મોડમાં : શામળાજી પીએસઆઈ શિલ્પા પરમાર સસ્પેન્ડ
Spread the love

અરવલ્લી જીલ્લામાં શામળાજી પોલીસ સ્ટેશન હવે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે શાપિત બની રહ્યું છે છેલ્લા બે વર્ષમાં શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ૩ પીએસઆઈ સસ્પેન્ડ કરવાની જિલ્લા પોલીસવડા મયુર પાટીલને ફરજ પડી છે નવનિયુક્ત ડીવાયએસપી ભરત બસિયા અને જિલ્લા પોલીસે પોલીસતંત્રને નાકે દમ લાવી દેનાર અને પોલીસપર હુમલો કરવા ટેવાયેલા ડોડીસરના માથાભારે બુટલેગર સુકા ઉર્ફે ભંવરલાલ ડુંડના ઘરે રેડ કરી મોટીમાત્રામાં વિદેશી દારૂ જપ્ત કર્યો હતો.

ફરાર બુટલેગર સુકાને ભિલોડા પોલીસે ઝડપી પાડ્યો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો  શામળાજી પીએસઆઈ એચ.એસ પરમારે ૨૦૧૮ના વર્ષમાં સુકા વિરુદ્ધ નોંધાયેલા ગુન્હામાં રિમાન્ડ ન માંગતા ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ ખાતાકીય ઇન્કાયરી બાદ એસપી મયુર પાટીલે સસ્પેન્ડ કરી કરી દેતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે શામળાજી પોલીસ સ્ટેશનનો ચાર્જ પીએસઆઈ સિસોદીયાને આપવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

રાજસ્થાનને અડીને આવેલ શામળાજી પોલીસ સ્ટેશન હદમાં આવેલ આંતરરાજ્ય રતનપુર  ચેકપોસ્ટ બુટલેગરોમાં દારૂ ઘુસાડવા માટે સિલ્ક રૂટ હોવાથી એક સમયે શામળાજી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ મેળવવા કાવડિયા બોલતા હતા ત્યારે હવે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવવા કોઈ PSI તૈયાર ન હોવાની માહિતી પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી બુટલેગરો સાથે પોલીસતંત્રના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ભાઈબંધી જાણીતી છે બુટલેગરોને છાવરવામાં આવતા હોવાની અને રક્ષણ આપતા હોવાની અનેકવાર બૂમો ઉઠી છે.

હાલમાં જ ગાંધીનગર નજીક ટ્રાવેરા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો તેમાં અરવલ્લી જિલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા ગઢવી નામના કર્મચારીની સંડોવણી હોવાની ચર્ચાથી અરવલ્લી ખાખીને ધબ્બો લાગ્યો છે ત્યારે શામળાજી પીએસઆઈ એચ.એસ પરમાર કુખ્યાત બુટલેગરની અગમ્ય કારણોસર તરફદારી કરતા હોય તેમ ૨૦૧૮ના વર્ષમાં સુકા વિરુદ્ધ નોંધાયેલા ગુન્હામાં રિમાન્ડ ન માંગતા ફરજમાં નિષ્કાળજી દાખવવા બદલ ખાતાકીય ઇન્કાયરી બાદ એસપી મયુર પાટીલે ફરજમાં બેદરકારી દાખવવા બદલ શામળાજી પીએસસેઈ શિલ્પા પરમારને ફરજ મોકૂફ કરી દેવામાં આવતા પોલીસતંત્રમાં ભારે ચકચાર મચી છે

અરવલ્લીમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને બુટલેગરો સાથે ભાઈબંધી રાખવી ભારે પડી રહી છે….!!
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ફક્ત નામ પૂરતી રહી હોય તેમ રેલમછેલ જોવા મળી રહી છે બુટલેગરો રાજ્યમાં મોટા પ્રમાણમાં અરવલ્લી જિલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે જીલ્લામાં ફરજ બજાવતા કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે બુટલેગરોની ભાઈ બાંધી જાણીતી છે બુટલેગરો સાથે ભાઈબંધી રાખવાના ચક્કરમાં ભૂતકાળમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓને નોકરીથી હાથ ધોવાનો વારો આવ્યો છે તેમ છતાં ખિસ્સા ગરમ કરવાની લાલચમાં બુટલેગરો સાથે ભાઈબંધી રાખી રહ્યા છે જે ભારે પડી રહી હોવા છતાં સુધારવાનું નામ લેતા નથી હાલ પણ જિલ્લાના કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓની સાંઠગાંઠના પગલે જીલ્લામાં ફરજ બજાવતા ઈમાનદાર અને નિષ્ઠાવાન અધિકારીઓ અને કર્મચારીઓની છબીને ધબ્બો લાગી રહ્યો છે.

રિપોર્ટ : મહેન્દ્ર પટેલ (મોડાસા)

Admin

Admin

9909969099
Right Click Disabled!