ખેડબ્રહ્મા : WASMO યોજનાનું સર્વે ચાલુ

“રાષ્ટ્રીય પેય જળ યોજના “એટલે કે WASMO
યોજના અંતર્ગત આજે ગઢડા શા. ગ્રામ પંચાયતમાં આવેલા 3 ગામ અને એક પેટા પરા એમ કુલ 4 સ્થળની “જળ અને સ્વછતા સમિતિ “ઓનું આજે ગઠન એટલે કે રચના કરવામાં આવી.
જેમાં (1) ભીમ પગલા (પેટાપરુ), (2) ગઢડા શામળાજી, (3) લોક, (4) ધોળીનો સમાવેશ થાય છે. આ યોજનાથી ગઢડા શા. ગ્રામ પંચાયત વિસ્તારના તમામ ગામોના પીવાના પાણી ના પ્રશ્ન માટે આશીર્વાદરૂપ સાબિત થશે એમ કહી શકાય. સાથે ગઢડા શામળાજી ગ્રામ પંચાયત દ્વારા RO WATER પ્લાન્ટ નાંખવામાં આવશે સાથે WASMO યોજનાનું સર્વે ચાલુ કરેલ હોય આદિવાસી વિસ્તારના લગભગ 200 ઘરોને નળથી પાણી આપવામાં આવશે તેવુ ગઢડા શામળાજી સરપંચ શ્રી એમ આર ચૌહાણે જણાવ્યું હતું.
વિકાસની હરણફાળભરી પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે ખેડબ્રહ્મા તાલુકાનું ગઢડા શામળાજી ગામ. સરપંચ શ્રી એમ આર ચૌહાણે UGVCL ને વીજપોલને હટાવવા લેખિત રજૂઆત કરી હતી તેના અનુસંધાને હમણાં જ UGVCL ખેડબ્રહ્મા દ્વારા ગઢડા શામળાજી ગામ માં રસ્તા ની વચ્ચે આવેલા નડતરરૂપ વીજપોલને હટાવવા નું કામ ચાલુ કરવામાં આવ્યું હતું આમ વર્ષો જૂની વીજળી ના પોલ ને હટાવવા ની માંગણી સંતોષાતા ગઢડા શામળાજી ગ્રામ જનોએ સરપંચ શ્રી ની કામગીરીને બિરદાવી હતી.
ધીરુભાઈ ખેડબ્રહ્મા