સેવાભાવી DySP શ્રી પ્રદીપસિંહ જાડેજાનું લઘુમતી મોરચા જૂનાગઢ દ્વારા સન્માન કરાયું

સેવાભાવી DySP શ્રી પ્રદીપસિંહ જાડેજાનું લઘુમતી મોરચા જૂનાગઢ દ્વારા સન્માન કરાયું
Spread the love

જૂનાગઢ જિલ્લામાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા કોઈપણ નાત જાત ના ભેદભાવ વગરજ ખુબજ સેવાભાવિ વ્યક્તિ તરીકે જેમનું નામ લોક મુખે લેવામાં આવતું હોય છે એવા ડીવાયએસપી શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ કે જેઓ રાત દિવસ જોયા વગર કપરા સમયે લોકોની સેવા માટે તન મન અને ધન થી જે લોકોની નિસ્વાર્થ સેવાઓ કરી છે એમની આ નિસ્વાર્થ સેવા જુનાગઢ ની જનતા ક્યારેય ભૂલી જનહિ શકે. પોતે ડીવાયએસપી તરીકે નો ઉંચો હોદ્દો ધરાવતા હોવા છતાં પણ કપરા સમયમાં લોકોની વચ્ચે રૂબરૂ જઇ અનેક લોક ઉપયોગી કાર્યો,અને સેવાઓ તેઓ દ્વારા કરવામાં આવ્યા છે.

સો-સો સલામ છે આવા સેવાભાવી અધીકારીને
જૂનાગઢ ના કર્તવ્યનિષ્ઠ અને સેવાભાવી વ્યક્તિ તરીકેની ખુબજ લોકચાહના મેળવી સમાજ ઉપયોગી દરેક કાર્યોમાં પોતાના દ્વારા બનતી તમામ સેવાઓ આપી હતી જેમની આ સેવા કાર્યો ની નોંધ લઈ તા. 30.05.2020 ના રોજ લઘુમતી મોરચા, જુનાગઢ મહાનગરપાલિકાએ જૂનાગઢ પોલીસ દ્વારા લોક ડાઉનના કપરા સમયમાં કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર લોકોના આરોગ્યની સુરક્ષા અર્થે કર્તવ્યનિષ્ઠા સાથે રાષ્ટ્રીય સેવા કરવા બદલ શબ્બીરભાઇ અમરેલીયા, પ્રમુખ, લઘુમતી મોર્ચો તથા સલીમભાઇ હાલા, મહામંત્રી, લઘુમતી મોર્ચો, મહાનગર પાલિકા, જુનાગઢ દ્વારા કચેરી ખાતે રુબરુ આવી, જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી શ્રી પ્રદીપસિંહ જાડેજા નું સન્માન પત્ર આપીને સન્માન કરવામાં આવેલ હતુ.

જૂનાગઢ સહિત ખુબજ સેવાભાવી વ્યક્તિ તરીકે જેમનું નામ દુરદુર સુધી લેવામાં આવતું હોય છે એવા જૂનાગઢ ના ડીવાય એસપી શ્રી પ્રદીપસિંહ જાડેજા કે જેઓ કપરા સમય દરમિયાન સતત અને સતત લોકોની જે નિસ્વાર્થ સેવાઓ કરી છે એ સેવાઓ ને કારણે હાલ જૂનાગઢ ના નગરજનો માં ખુબજ લોકચાહના મેળવી સમાજને રાહ ચીંધતુ એક ખુબજ ઉત્તમ ઉદાહરણ પણ તેઓએ આ સાથે પૂરું પાડ્યું છે. દેશભરમાં કોરોના સંક્રમણને અટકાવવા સમયાંતરે એક પછી એક એમ 4 વખત લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ લોક ડાઉનના આ દિવસો દરમિયાન જૂનાગઢ પોલીસે ખુબજ પ્રશંસનીય કાર્યવાહી કરી હતી. કાયદાનું પાલન માટે જરૂર પડ્યે પોલિસે આકરા પગલાં પણ લીધા છે તો જ્યારે જ્યારે જરૂરિયાત ઉભી થયેલી ત્યારે જરૂરિયાતમંદ લોકોની મદદ માટેના પણ અનેક નિસ્વાર્થ સેવા કાર્યો કરી જૂનાગઢ ની જનતા ના દિલ પણ જીતી લીધા હતા.

કોરોના મહામારી એ સમગ્ર વિશ્વ સહિત ભારત દેશ ના મોટા ભાગના રાજ્યો ને ભરડા મા લીધા છે ત્યારે જૂનાગઢ પોલીસે માનવતાને મહેકાવતા અનેક નિસ્વાર્થ સેવા કાર્યો કરી ” પોલીસ પ્રજાનો મિત્ર છે ” તે સૂત્રની પણ સાર્થકતા કરી બતાવી હતી પોલીસ દ્વારા લોક ડાઉનના ભંગ કરનારને કાયદાનું ભાન પણ કરાવ્યું છે તો સાથોસાથ આવા કપરા સમયમાં અનેક પરિવારોને પડેલી મુશ્કેલીમાં લોકો ને ખુબજ મદદ પણ કરી હતી ખાસ કરીને લોક ડાઉનના કપરા કાળમાં લોકોને જરૂરી દવાઓ પહોંચાડવી,જીવનજરૂરી સામાન પહોંચાડવો, ભોજન પહોંચાડવું, રાશન પહોંચાડવું,પરિવારથી વિખુટા પડેલા ઓનું પરિવાર સાથે મિલન કરાવવું,પરપ્રાંતી મજૂરોને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપવી,મજૂરોને તેમના વતન પહોંચાડવા સહિતના અગણિત સેવા કાર્યો કર્યા છે. પોલીસની આ ખુબજ સરાહનીય કામગીરીની જૂનાગઢની જનતાએ પણ નોંધ લીધી છે જેના કારણે લોકોએ પણ ઠેર ઠેર પોલીસને કોરોના વોરિયર્સ તરીકે પુષ્પહાર તેમજ પુષ્પો થી પણ વધાવ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

IMG-20200612-WA0025.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!