ટંકારા : મોરબી નાકાથી સ્મશાન રોડ પર ગંદકીના ગંજ ખડકાયા

ટંકારા : મોરબી નાકાથી સ્મશાન રોડ પર ગંદકીના ગંજ ખડકાયા
Spread the love
  • અમરાપર રોડ પર ગેરકાયદે દબાણથી રસ્તો બન્યો સાંકડો

ટંકારા : ટંકારાના મોરબીનાકાથી સ્મશાન તરફ જવાના રસ્તે ગંદકીના ગંજ ખડકાયા હોય સ્થાનિક રહીશો તેમજ રાહદારીઓ માટે મુશ્કેલી સર્જાઈ રહી છે ત્યારે સ્થાનીય તંત્ર આ સમસ્યા પ્રત્યે લાપરવાહ હોય તેવું જણાઈ રહ્યું છે. ટંકારાના મોરબીનાકાથી સ્મશાન તરફ જતા રસ્તાની બન્ને બાજુ કચરાના ગંજ ખડકાતા અને વરસાદી પાણી સાથે આ કચરો ભળતા રોગચાળાનો ગંભીર ખતરો મંડરાઈ રહ્યો છે.

અમરાપર રોડ પર ગેરકાયદે દબાણો થઈ જતા રોડ સાંકડો બન્યો છે ત્યારે સ્થાનિકો અને રાહદારીઓ માટે ચાલવું પણ મુશ્કેલ બન્યું છે. હાલ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે ત્યારે ગંદકી સાથે ભરાયેલા પાણીને લઈને ઋતુજન્ય રોગચાળાનો ભય સતત ઝળૂંબી રહ્યો છે છતાં સ્થાનિક તંત્ર આ સમસ્યા પ્રત્યે બેદરકાર રહેતા સ્થનિકોમાં ભય સાથે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

12-15-25-ea42bb90-3cc7-4bb8-bcb5-f523fd81b896-576x1024-0.jpg 12-15-20-2fe95b6d-99c1-48bf-883c-c7367079bfdf-696x928-1.jpg

Janak Raja

Janak Raja

Right Click Disabled!