ઉપલેટામાં કોરોન્ટાઈન સેન્ટરમાંથી ભાગેલ શખ્સને ઝડપી લેવાયો

ઉપલેટા : કોરોનાને કારણે અમુક લોકોએ તંત્રને દોડતું કરી ભારે અફડાતફડી મચાવી રહ્યા છે ત્યારે આવા લોકો સામે તેમના પાસપોર્ટ જપ્ત સુધીના પગલા ભરવા લોકો માંથી માગ થય રહી છે પ્રાપ્ત થતી વિગતો મુજબ આફિકાથી તા.12/6 ના રોજ દેશમાં આવેલ અકરમ ગુલાબ દુશંત સુરાણી ઉ.વ.42 જાતે મુસ્લીમ રાજકોટ આવતા તેને તા.12મી ના રોજ કુવાડવા ગામ પાસેના ત્રિમંદિરમાં કોરોન્ટાઈન સેન્ટરમાં રાખવામાં આવેલ પણ આ શખ્સ ત્યાંથી તંત્રના આખમા ધુળ નાખી ઉપલેટા ખ્વાજા નગરમાં રહતા તેના સંબંધીના ધરે આવી પહોચતાની જાણ થતાજ મામલતદાર જી. એમ. મહાવદિય તથા પોલીસ ટીમ સાથે ખ્વાજાનગરમા રહતા અકરમ સુરાણીના સગાને ત્યાં જઈ ભાગેલા આરોપી અકરમ ગુલામ હુશેન સુરાણીને ઝડપી લઈ તેને પોલીસે ઝડપીને પાછા કુવાડવા પાસે આવેલ ત્રિમંદિર કવોરન્ટાઈન લઈ જવામાં આવ્યો હતો વિદેશી સખ્શ શહેરમાં આવતા લોકોમાં ભય ફેલાય ગયો હતો તેની સામે ગુનો નોધવા લોકોમાથી માગ ઉઠવા પામી હતી.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)