અરવલ્લી જિલ્લામાં સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક મળી

અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ દ્રારા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેકટરશ્રી અમૃતેશ ઔરંગાબાદરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલમાંથી તાલુકાના આરોગ્યના અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા મીટીંગ યોજવામાં આવી હતી.
જિલ્લા સમાહર્તાએ કોન્ફરન્સથી ચોમાસા દરમિયાન પાણી જન્ય રોગચાળો ન ફેલાય તે માટે નગરપાલિકા વિસ્તારમાં શહેરીજનોને ફલોરીનેશન કરેલુ પાણી મળી રહે તે માટે ખાસ તકેદારી રાખવી તથા ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી કે સરપંચે પાણીની વ્યવસ્થા સુજ્જ કરવી.
આ ઉપરાંત નદીકાંઠા વિસ્તારમાં પુર જેવી સ્થિતિ નિર્માણ થાય તો તેને પહોંચી વળવા આવા વિસ્તરમાં આરોગ્ય વિષયાંક સેવા સુદ્દઢ બનાવવા તેમજ તાલુકા કક્ષાએ ટીમ તૈયાર રાખવા જણાવ્યું હતુ. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અમરનાથ વર્માએ ચોમાસા દરમિયાન ઝાડા ઉલ્ટી કે તાવ કે પાણી જન્ય રોગો ન થાય તથા ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા દવાઓ પુરતા પ્રમાણમાં સબ સેન્ટર ખાતે તૈયાર રાખવી આરોગ્ય વિભાગના આશા બહેનો તથા આરોગ્યના કર્મચારીઓ સેન્ટર પર હાજર રહેવા પણ જણાવ્યુ હતુ.
આ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ ધામેલિયા, આરોગ્ય વિભાગના અધિકારીશ્રીઓ તથા જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓ ઉપચસ્થિત રહયા હતા, જયારે જિલ્લા પંચાયતના વિડિયો કોન્ફરન્સમાં બ્લોક આરોગ્ય અધિકારીશ્રી કૌશલ પટેલ તથા તાલુકા કક્ષાએ આરોગ્યના અધિકારીશ્રીઓએ દરેક તાલુકાની કરેલ કામગીરી અને કરવાની થતી કામગીરી વિડિયો કોન્ફરન્સ દ્રારા જણાવી હતી.