તમારા ફોનમાંથી આ 52 ચાઇનીઝ એસ તાત્કાલીક હટાવાનો UP STFનો આદેશ

તમારા ફોનમાંથી આ 52 ચાઇનીઝ એસ તાત્કાલીક હટાવાનો UP STFનો આદેશ
Spread the love

લખનઉ : ભારત અને ચીનની સરહદ પર ચાલી રહેલા તનાવ બાદ શુક્રવારે ઉત્તર પ્રદેશ પોલીસે મોટું પગલું ભર્યું છે. જે અંતર્ગત IG STF અમિતાભ યશે મોબાઈલમાંથી ચાઈનીઝ એપ્લેકેશનો હટાવવાનો આદેશ આપ્યો છે. હવે મોબાઈલમાંથી TikTok, UC બ્રાઉઝર જેવી ચાઈનીઝ એપને ડિલીટ કરવામાં આવશે. આ મામલે ઉત્તર પ્રદેશના સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એક કૉન્ફિડેન્સિલ લેટર જાહેર કરીને પોતાના તમામ કર્મચારીઓને ચાઈનીઝ એપ હટાવવાનો આદેશ આપી દીધો છે. આ લેટરમાં જણાવાયેલી 52 ચાઈનીઝ એપ્સને જેમ બને તેમ જલ્દી તમારા મોબાઈલમાંથી અનઈન્સ્ટોલ કરવાનું કહેવામાં આવ્યું છે. આ એપ્સથી ડેટા ચોરી થવાની શક્યતા વધી ગઈ છે.

આ પણ વાંચો:  આ 52 ચીની એપ્સ દેશની સુરક્ષા માટે જોખમી, ઇન્ટેલિજન્સ એજન્સીઓ એલર્ટ
IG STF અમિતાભ યશે પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારજનોને આ એપ હટાવવા જણાવ્યું છે. કહેવાય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રાલયની ગાઈડલાઈન્સ બાદ STF તરફથી આદેશ આપવામાં આવ્યો છે. આ એપ મારફતે વ્યક્તિગત તેમન અન્ય ડેટા ચોરી થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે સરકાર તરફથી અત્યાર સુધી આ એપ્સને બ્લૉક કરવા અથવા ઉપયોગ ના કરવાને લઈને કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, કારણ કે આ એપ્સને ભારતમાં કરોડો લોકો ઉપયોગ કરી રહ્યાં છે. તેની પાછળનું મુખ્ય કારણ પ્રાઈવસી જણાવાઈ રહ્યું છે.

આ 52 એપ્લિકેશની લિસ્ટમાં 5 વીડિયો શેરિંગ એપ્લિકેશન છે. અને રસપ્રદ વાત એ છે કે, ચીની સ્માર્ટફોન કંપનીઓ તેમાંથી કોઈને કોઈ એપ્સ પોતાના સ્માર્ટફોનમાં આપે જ છે. આ એપ્સો આ પ્રમાણે છે, ટિકટૉક, વિગો વીડિયો, બીગો લાઈવ, વેબો, વી ચેટ, હેલો અને લાઈક. આ સિવાય અન્ય કેટલીક ઈ-કૉમર્સ કંપનીઓ પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓએ પણ 52 આવી એપ્લિકેશનની યાદી સરકારને આપી છે. જે ચીન સાથે સંકળાયેલી છે. એજન્સીએ એપ્રિલ મહિનામાં આ જ આવી 52 ચાઈનીઝ એપ્સની યાદી તૈયાર કરી હતી. જેમાં TikTok, Zoom, UC બ્રાઉઝર અને શેરચેટ જેવી જાણીતી એપ્લિકેશનો પણ સામેલ છે.

IMG-20200619-WA0000.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!