સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પોલિસનું સન્માન કરવામાં આવ્યું

સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા એપિક ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી મિલન વાઘેલા શ્રી નિધિ સેવા ટ્રસ્ટના શ્રી પંકજભાઈ પંચાલ, બહેરામપુરા વિકાસ સંઘના પ્રમુખશ્રી ઉપેન્દ્ર બુકેલિયા તેમજ મહામંત્રી શ્રી મિકિભાઇ દ્વારા અમદાવાદના કાગડાપીઠ પોલિસ સ્ટેશનના પોલિસ ઇન્સ્પેકટર શ્રી એમ. એ. સિંગ મેડમ તેમજ પોલિસ સબ ઇન્સ્પેટર શ્રી પી. કે. ગોહિલ સાહેબનું કોરોનાની મહામારીમાં સતત જનતાની સેવા માં ખડેપગે રહીને પોતાની તેમજ પરિવારની ચિંતા કર્યા વગર જનતાની સેવા કરી છે તે બદલ તેમનું સન્માન પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું.