રાજપીપળા બેંક ઓફ બરોડામાં બેંકમાં પ્રવેશ આપ્યા બાદ સોસીયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

- પગલાં લેવામાં તંત્ર ઉણું ઉતર્યું, બેંકોમાં ઘણા લોકો હવે માસ્ક પણ નથી પહેરતા
- બીઓબીના એટીએમમાં પણ લોકોના ટોળા ઘૂસી જતાં સોશ્યિલ ડિસ્ટન્સ જળવાયું નહીં
- રાજપીપળામાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યા બાદ બેંકોમાં અને બેંકની બહાર લાંબી કતારોમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતાં ચિંતાનો વિષય
રાજપીપળાની સ્ટેશન રોડ પર આવેલી બેંક ઓફ બરોડામાં બેંકમાં બહારથી અંદર પ્રવેશ આપ્યા બાદ અંદર સોસાયટી ડિસ્ટનન્સના રીતસરના ધજાગરા ઉડાડતા જોવા મળ્યા હતા. બેન્ક ની અંદર પ્રવેશ્યા પછી કે લોકો જુદા-જુદા કાઉન્ટર પણ લાઈનમાં સોશિયલ distance સાથે ઉભા રહેવાને બદલે ટોળે વળીને કાઉન્ટર પર જોવા મળતા હતા જેમાં સોશ્યલ distance જળવાયું ન હતું જેમાં કેટલાક તો માસ્ક પહેર્યા વગર જ અંદર ઘૂસી ગયા હતા જ્યારે બીઓબી ના એટીએમમાં પણ લોકોના ટોળા ઘુસી જતા સોશ્યિલ ડિસ્ટન્સ જળવાતું ન હતું.
જ્યારે રાજપીપળાની બેન્ક ઓફ ઇન્ડિયામાં તો રોજ નવું દ્રશ્ય થઈ પડ્યું છે, અહીં ગામડેથી આવતાં લોકો લાંબી કતારોમાં ઉભા રહે છે. પણ સોશિયલ ડીસ્ટન જળવાતું ન હોવાથી લોકોના ટોળા જ જોવા મળે છે. જ્યાં પણ ઘણા માસ્ક પહેરતા ન હોય કોરોનાના સંક્રમિત નિધિ સેવાઈ રહી છે. તાજેતરમાં જ રાજપીપળા માં કોરોના નો એક કેસ પોઝિટિવ આવ્યા,બાદ બેંકોમાં અને બેંકની બહાર લાંબી કતારોમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા ચિંતાનો વિષય બન્યો છે. આવા લોકો સામે પગલાં લેવામાં તંત્ર ઉણું ઉતર્યું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા