રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસના મશીનો ખોટખાતા દર્દીને વડોદરા ખસેડવાનો વારો આવ્યો

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસના મશીનો ખોટખાતા દર્દીને વડોદરા ખસેડવાનો વારો આવ્યો
Spread the love
  • દર્દીઓની વધતી જતી સંખ્યા સામે ડાયાલિસિસ ના માત્ર ત્રણ મશીન !
  • હોસ્પિટલ સત્તાવાળાઓએ મશીન નો ફોલ્ડર શોધવા પાણીની ટાંકી ની સફાઈ કરવાઈ
  • ડાયાલિસીસ મશીન રીપેર કરનાર ટેકનીશિયન ના હોવાથી ટેકનિશિયન ને બહાર ગામથી બોલાવવા પડ્યા
  • વધુ એક મશીન ની સરકાર માંગણી કરી છે પણ સરકાર આપતી નથી, જ્યોતિબેન ગુપ્તા, સિવિલ સર્જન, રાજપીપળા
  • અચાનક ચાલુ ડાયાલિસિસ પર દર્દીને ઠંડી ચઢી જતા મશીન બંધ કરવું પડ્યું, દર્દીને વડોદરા સ્થિત થવાનો વારો આવ્યો
  • મશીનના પાણી વધારે આવી જતાં ત્રણે દર્દીઓને ઠંડી ચઢી જતાં ડાયાલિસિસ બંધ કરી દર્દીઓને ઈન્જેકશન આપવા પડ્યા

નર્મદા જિલ્લાની એકમાત્ર મોટી સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે આવેલ છે.જેમાં સિવિલમાં ત્રણ જેટલા ડાયાલિસિસના મશીનો મૂકવામાં આવ્યા છે,જેના પર ડાયાબિટીસના દર્દીઓને ડાયાલિસીસ પર મૂકવામાં આવે છે. જે ખરેખર નર્મદાના દર્દીઓ માટે આશીર્વાદરૂપ પુરવાર થયેલ છે. પરંતુ શુક્રવારે 26-6-20 ના રોજ સિવિલમાં ત્રણ દર્દીઓ ડાયાલિસિસ પર હતા, ત્યારે અચાનક ત્રણે દર્દીઓને ઠંડી ચઢી ગઇ હતી, અચાનક ત્રણે દર્દીઓને ઠંડી ચઢી જતા દર્દીઓ અને તેમના સગાવહાલા ગભરાઈ ગયા હતા.

આ બાબતની જાણ ફરજ પરના તબીબ ને જાણ કરતા ડાયાલિસિસ મશીન ના પાણી માં કોઈ રિએક્શન આવી જ તાત્કાલિક મશીન બંધ કરી દેવાની ફરજ પડી હતી. જેમાં બે દર્દીઓનો ડાયાલિસિસ તો સ્ટાર્ટ જ કરાયું હતું, અને બંધ કરવાની ફરજ પડી હતી. દર્દીને ઇન્જેક્શન આપી વિજેસુવાડાવી સારવાર કરાવી ઠંડી બંધ થઈ ગયા બાદ દર્દીને સારું લાગતા ઘરે જવાની રજા આપી હતી. જોકે એક દર્દીને ઘરે ગયા પછી બે દિવસ સુધી તકલીફ પડતાં અને આગળના ડાયાલિસીસ માટે મશીન સંપૂર્ણપણે રીપેર ન થાય ત્યાં સુધી વડોદરા હોસ્પિટલ નું સરનામું આપી ત્યાં સારવાર કરાવવાની ભલામણ કરવામાં આવતા દરદીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

ડાયાલિસીસ મશીન બગડી જવાને કારણે પાડાના વાંકે પખાલીને ડામ દેવા જેવો ઘાટ ઘડાયો હતો. મશીન ખોટ ખાતા આ મશીનને રીપેર કરવા માટે સ્થાનિક ટેકનિશિયન ના હોવાથી બહારગામથી ટેકનિશિયન એ બોલાવવાની ફરજ પડી હતી. બહારગામથી આવેલા ટેકનિશિયન ને મશીનમાં શું ખામી છે તે શોધવાનો પ્રયાસ કર્યો હતો,તે માટે પાણીની ટાંકી ની સફાઈ પણ કરવામાં આવી હતી. જ્યાં સુધી ફોલ્ડર ન મળે તે માટે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જોકે નર્મદાના એકમાત્ર સિવિલમાં માત્ર ત્રણ જ મશીન હોવાથી વધારે દર્દીઓ આવે તો મુશ્કેલી પડતી હોવાથી સિવિલ સર્જન ડો. જ્યોતિબેન ગુપ્તાએ વધુ એક ડાયાલિસિસ ના મશીન ની સરકાર માંગણી કરી છે. પણ સરકાર આપતી ન હોવાનો અફસોસ વ્યક્ત કર્યો હતો, જોકે ચાર દિવસ પછી મશીનના ખામી સુધી કાઢી મશીન રીપેર કરી ચાલુ કરી દેવાતા દર્દીઓને રાહતનો દમ લીધો હતો. એસપીરેશનલ ડીસ્ટ્રીક વધતા દર્દીઓની સંખ્યા પ્રમાણે સરકારે આવા વધારે મશીનો સરકારે તાત્કાલિક પૂરા પાડવા જોઈએ. જેથી દર્દીઓને વડોદરા કે બીજે જવું ના પડે તેમ જ ટેકનિશિયન ની નિમણુક કરવી જોઈએ એવી દર્દીઓની અને આમ જનતા એ પણ માંગ કરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા

IMG-20200701-WA0017.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!