જિલ્લા પંચાયત નર્મદાના કારોબારી સમિતિના અધ્યક્ષ વસાવાનો વહીવટદાર કચેરીને પત્ર

- વન અધિકારી અધિનિયમ હેઠળના પેન્ડિંગ દાવાઓ ગીર ફાઉન્ડેશનની ઈમેજના આધારે દાવાઓ મંજૂર કરવા લેખિત રજૂઆત કરી
ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા જે સેટેલાઈટ નકશાઓમાં પેન્ડિંગ દાવાઓની મંજૂરી કરતા પહેલા નર્મદા જિલ્લા વન સરક્ષણ વતી તમામ તાલુકાઓના અને રેન્જ ઓફિસ ઓફ દ્વારા રીપોર્ટ મંગાવવામાં આવેલ હતો. જે પેન્ડીંગ દાવાઓ છે. અને ગીર ફાઉન્ડેશનના રિપોર્ટ તથા તેના નકશામાં ઇમેજ ખેડાણ હેઠળ દર્શાવેલ છે,તેવા તમામ દાવાઓની વનભૂમિવાળી ખેડાણ હેઠળની વનજમીન ખરેખર વનમાં આવે છે કે પછી ખરાબો ગૌચરમાં તો નથી આવતી ?
તેઓ સ્પષ્ટ રિપોર્ટ આવ્યા બાદ તમામ દાવાઓ તાત્કાલિક ધોરણે મંજુર કરવા પ્રજાના પ્રતિનિધિ તરીકે જિલ્લા પંચાયત નર્મદાના અધ્યક્ષ કારોબારી સમિતિના બહાદુરસિંહ દેવજીભાઈ વસાવાએ કલેકટર જિલ્લા સ્તરીય વન અધિકારી સમિતિ પ્રાયોજના વહીવટદાર ની કચેરી ને પત્ર લખી માંગણી કરી છે.
પોતે સ્તરીય વન અધિકારી સમિતિમાં સભ્ય હોય પોતાની જવાબદારી હોવાથી તેને તાત્કાલિક ઘટતી કાર્યવાહી કરી તમામ પેન્ડિંગ દાવાઓ મંજૂર કરી સંદેશો આખા જિલ્લામાં વહેંચણી કરી આપવા પ્રજાપતિ વિનંતી કરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા