કડીના લ્હોર ગામે પ્રેમ સંબંધને લઈ જૂથ અથડામણ, સામસામે ફરિયાદ

કડી તાલુકાના લ્હોર ગામમાં આશરે સવા વર્ષ પહેલાં પ્રેમસબંધ મામલે ગામની અને એકજ સમાજની યુવતીને એક યુવાન દ્વારા ભગાડી જવામાં આવી હતી જેમાં બંને એકજ ગામના હોવાથી ગામના આગેવાનોએ યુવાનને યુવતીના ઘર પાસેથી પસાર થવું નહિ તેવી રીતે સમાધાન કરાવ્યું હતું પરંતુ યુવાન શનિવારના રોજ યુવતીના ઘર આગળથી પસાર થતા બંને કુટુંબો વચ્ચે ગાળાગાળી અને જૂથ અથડામણ થયી હતી જેમાં બંને કુટુંબના સભ્યોને નાની મોટી ઇજાઓ પહોંચી છે જેમાં બાવલુ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામે ફરીયાદ નોંધાવી છે જેની તપાસ પી.એસ.આઈ.એસ.એન.સોનારા કરી રહ્યા છે.
કડી તાલુકાના લ્હોર ગામમાં આશરે સવા વર્ષ પહેલાં ગામનો યુવાન ઠાકોર પાવનજી ગોવિંદજી તેમના સમાજની યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી ભાગી ગયા હતા જેમાં એક જ ગામ અને સમાજ હોવાથી ગામના આગેવાનોએ યુવક ને યુવતીના ઘર આગળથી પસાર નહિ થવાની શરતે સમાધાન કરવામાં આવ્યું હતું પરંતુ શનિવારના રોજ પાવનજી ઠાકોર યુવતીના ઘર આગળથી પસાર થતા યુવતીની માતાએ યુવકને ઘર આગળથી નીકળવા અંગે ઠપકો આપતા યુવક યુવતીની માતા સાથે ગાળાગાળી કરી બીજા લોકોને બોલાવી લાવી ગોવિંદજી ઠાકોર,ધુળાજી ઠાકોર અને વરસંગજી ઠાકોર ને લોખંડના સળીયા તેમજ લાકડી અને ધારીયા જેવા ઘાતક હથિયારો થી હુમલો કર્યો હતો.
જેમાં ઇજાગ્રસ્તોને પિકઅપ ડાલામાં કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ કલોલ ખાતે લઈ જવામાં આવ્યા હતા જેમાં વરસંગજી કાંતિજી ઠાકોરે બાવલું પોલીસ સ્ટેશનમાં સાત લોકો સામે ગેરકાયદેસર હથિયારો ધારણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવી હતી તો સામા પક્ષે ઠાકોર ગોવિંદજી ધનાજીએ નોંધાવેલ ફરીયાદ અનુસાર તેમનો દીકરો પાવનજી ઠાકોર કાંતિજી ભરમાજી ના ઘર આગળ થી પસાર થતા યુવતીના માતા પિતા સહિતના કુટુંબીઓએ ગાળો બોલી લાકડી,ધારીયા સહિતના હથિયારો થી હુમલો કરતા યુવકના પિતા સહિતના ઇસમોને ઇજા થતાં તેમને કડીની જીવનદીપ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
આમ સવા વર્ષ પહેલાં યુવતીને ભગાડી જવાના મુદ્દે થયેલી જૂથ અથડામણમાં બાવલું પોલીસ સ્ટેશનમાં સામસામે ફરીયાદ નોંધાવા પામી છે.
ઠાકોર વરસંગજી કાંતિજીએ આ લોકો સામે નોંધાવી ફરીયાદ
૧ – ઠાકોર ગોવિંદજી ધનાજી
૨ – ઠાકોર પાવનજી ગોવિંદજી
૩ -ઠાકોર ગોપાલજી ધનાજી
૪ – ઠાકોર અમૂજી ઇશ્વરજી
૫ – ઠાકોર તલાજી ઇશ્વરજી
૬ – ઠાકોર પ્રહલાદજી બબાજી
૭ – ઠાકોર અનિલજી ગોવિંદજી
તમામ રહે.લ્હોર તા-કડી
ઠાકોર ગોવિંદજી ધનાજીએ આ લોકો સામે નોંધાવી ફરિયાદ
૧ – ઠાકોર વરસંગજી કાંતિજી
૨ – ઠાકોર કાંતિજી ભરમાજી
૩ – ઠાકોર દશરથજી નાગજીજી
૪ – ઠાકોર કુંવરજી ધુળાજી
૫ – ઠાકોર ધુળાજી ભરમાજી
૬ – ઠાકોર નાગજીજી ભરમાજી
૭ – ઠાકોર ચંદુજી ધુળાજી