સતલાસણાના ભાલુસણા ગામના ખેતરમાં અજગર દેખાતા ભયનો માહોલ

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ભાલુસણા ગામના ખેતરમાં અજગર દેખાતા ભય નો માહોલ હાલમાં કોરાના વાયરસ ચાલી રહ્યો છે ત્યારે આજે સાંજના સમયે ભાલુસણા ગામના સીમ વિસ્તારના પૃથ્વીસિંહ ચૌહાણ ના ખેતરમાં અજગર દેખાયો હતો જેની જાણ સરપંચને કરતા સરપંચે તાત્કાલિક વનવિભાગના અધિકારીઓને જાણ કરી હતી. અજગરને જોવા માટે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આ ઘટનાની જાણ થતા વનવિભાગના અધિકારીઓ ભાલુસણા ગામે દોડી આવ્યા હતા. જેમાં વિસ્તરણ રેન્જ ખેરાલુ અને ધરોઇ નોર્મલ રેન્જ ના કર્મચારીઓ દ્વારા ભાલુસણા ગામના સીમ વિસ્તારમાંથી સાંજે 7:45 કલાકે નર અજગર 8 ફુટ ને રેસકયુ કરી પકડી પાડયો હતો અને તારંગા ના જંગલ વિસ્તારમાં છોડી મુકવામાં આવ્યો હતો. અજગરને પકડી લેતા ભાલુસણા ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.