અમરેલી : રાજુલાના માર્કેટિંગ યાર્ડ ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાંબી લાઈનો….

અમરેલી : રાજુલાના માર્કેટિંગ યાર્ડ ખાતે યુરિયા ખાતર માટે ખેડૂતોની લાંબી લાંબી લાઈનો….
Spread the love

અમરેલી જિલ્લાના રાજુલા ખાંભા તાલુકાની સહકારી ખરીદ વેચાણ સંઘ માર્કેટિંગ યાર્ડમાં યુરિયા ખાતર માટે ખેડૂતો ની મોટી મોટી લાઈનો લાગી. હાલ ચોમાસા દરમિયાન ખેડૂતોને યુરિયા ખાતરની ખૂબ જ જરૂર હોય છે પણ માર્કેટીંગ યાર્ડના અધિકારીઓ દ્વારા ખાતર નહી આપવા માટે ખેડૂતોને કરી રહ્યા છે પરેશાન… ખેડૂતો રોજેરોજ ખાતર માટે માર્કેટિંગ યાર્ડ ખાતે ધક્કો ખાઇ રહ્યા છે પણ સરકારી અધિકારીઓ જાણે ખેડૂતોને ખોટી રીતે હેરાન કરતા હોય તેવું લાગી રહ્યું છે…

ખેડૂતો દ્વારા અનેક વખત ચેરમેનને ફોન કરીને યુરિયા ખાતર અત્યારે આવશે ? પણ માર્કેટીંગ યાર્ડના ચેરમેન દ્વારા ખેડૂતોને એવું પણ કહી રહ્યા છે ઉરીયા ખાતર નો અમારો સ્ટોક પૂરો થઈ ગયો છે અને ખાતર ક્યારે આવે એ પણ નક્કી નથી. ચોમાસાની સિઝન હોય અને ખેડૂતોને ખૂબ જ ઉરીયા ખાતરની જરૂર હોય છે પણ હાલ ખાતર નહીં મળવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે વહેલી સવારના પાંચ કલાકથી ખેડૂતોએ લાઈનો લગાવીને ઊભા રહેશે પણ ખેડૂતોને જોતા પૂર્તિ ખાતર પણ નથી મળતું જેથી ખેડૂતોને યુરિયા ખાતર માટે ખૂબ જ પરેશાન થઈ રહ્યા….

રીપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)

IMG-20200716-WA0016-1.jpg IMG-20200716-WA0018-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!