ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ અંબાજીના દર્શન કર્યા

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ સહપરિવાર માતાજીના દર્શન કર્યા હતા. ગૃહ મંત્રીશ્રીએ અંબાજી માતાજીની પૂજા અર્ચના કરી હતી અને આરતી કર્યા બાદ માતાજીની ગાદી પર જઈ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતાં. ગૃહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાત કોરોના સંક્રમણથી મુક્ત બને તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટરશ્રી સંદીપ સાગલે અને પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ અને વહીવટદારશ્રી એસ. જે. ચાવડા દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.