આ મહિલા DSP સહિત ગુજરાતના 4 અધિકારીઓનું IPS તરીકે પ્રમોશન

ગુજરાત કેડરના ચાર IPS અધિકારીઓ સુરતના DCP સજ્જન સિંહ વી પરમાર,સુરત ગ્રામ્યના DSP અશોક મુનિયા,ગાંધીનગરના DSP મયુર ચાવડા અને મહિસાગરના DSP ઉષા રાડાને IPS કેડર ફાળવી દીધી છે. સુરતના DCP સજ્જન સિંહ પરમાર અને સુરત ગ્રામ્યના DSP અશોક મુનિયાને 2012ની IPS કેડર ફાળવી છે. ગાંધીનગર SP મયુર ચાવડા અને મહિસાગરના SP ઉષા રાડાને 2013ની બેચ ફાળવવામાં આવી છે. આ ચારેય અધિકારીઓમાં સુરત ગ્રામ્ય DSP અશોક મુનિયા સૌથી સિનિયર IPS છે. પરતું અમુક કારણોસર તેમને IPS નોમિનેશન મોડું મળ્યું હતું.
એસવી પરમારને વર્ષ 2015માં IPSનું નોમિનેશન મળ્યું હતું, જયારે અન્ય ત્રણ અધિકારીઓ અશોક મુનિયા, મયુર ચાવડા અને ઉષા રાડાને 2016માં IPSનું નોમિનેશન મળ્યું હતું. આ અધિકારીઓની બેચના બીજા અન્ય અધિકારીઓને 2011 અને 2012ની બેચ ફાળવવામાં આવી છે. આ 4 અધિકારીઓને IPS નોમિનેશન મળી ગયું હતું. પરતું બેચ હાલમાં ફાળવવામાં આવી છે. IPS સજ્જન સિંહ પરમાર, મયુર ચાવડા અને ઉષા રાડા 2005 બેચના ડાયરેક્ટ DYSP હતા. જયારે IPS અશોક મુનિયા 1996 બેચના ડાયરેક્ટ DYSP હતા. તેમની સામે ખાતાકિય તપાસના કારણે નોમિનેશન મોડું થયું હતું. આ બેચના અધિકારીઓ હાલમાં ગુજરાતમાં એડિશનલ ડીજી રેન્કના અધિકારી થઈ ગયા છે.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)