અંબાજી મંદિરના ત્રણ રક્ષક ગાર્ડ નિવૃત થયા

લોકપ્રિય શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટ મા વિવિધ સુરક્ષા જવાનો ફરજ બજાવે છે ત્યારે અંબાજી મંદિર ના મંદિર ગાર્ડ આજે વિદાય લેતા હોઈ તેમનો વિદાઈ સભારંભ યોજાયો હતો શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ટ્રસ્ટમાં રક્ષક તરીકે ફરજ બજાવતા ત્રણ સુરક્ષા ગાર્ડ આજે 31 તારીખ ના રોજ વય નિવૃત થતા હોઈ તેમનો વિદાય સભારંભ યોજાયો હતો અંબાજી મંદિર ટ્રસ્ટ ના અધિકારીઓ દ્વારા તેમને શાલ ઓઢાઢી સન્માન કરવામાં આવ્યુ હતુ.
અંબાજી મંદિર ની ઓફિસ મા ગિરીશ ભાઈ પટેલ ,આર કે મેવાડા ,મનુભાઈ પ્રજાપતી ,ડી આર દવે ,હરદાસ પરમાર અને સતીષ ગઢવી ની હાજરી મા વિદાય સભારંભ યોજાયો હતો ત્રણે ગાર્ડ ને શાલ અને માતાજી ની પ્રતિમા આપી બહુમાન કરવામાં આવ્યું હતુ છેલ્લા 30 વર્ષ થી આ તમામ ગાર્ડ મંદિર મા સુંદર કામગીરી કરતા હતા, આજના કાર્યક્રમ મા તમામ ના પરીવાર અને મિત્રો હાજર રહ્યા હતા.
કેશરીમલ અગ્રવાલ રિટાયર્ડ થતા પરીવાર હાજર રહ્યો
આજે અંબાજી ના જાણીતા ધારાશાસ્ત્રી વિકાસભાઈ અગ્રવાલ તેમના પરીવાર ના સભ્યો ,ડોક્ટર વીણા બેન રાજકોટ ,પ્રોફેસર વૈશાલી બેન ઇન્દોર થી વિડિઓ કોલ થી પોતાના મોટા પપ્પા ને નિવૃત્તિ જીવન સુખમય અને નિરોગી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આ ગાર્ડ નિવૃત થયા
1, કેસરીમલ અગ્રવાલ
2, સોલંકી સરદાર ભાઈ ગલાભાઇ
3, સોલંકી સકરા ભાઈ દેવાભાઇ