ઉતર ડાંગ વનવિભાગ આહવાને લાકડાના ગેરકાયદેસર ચોરી અટકાવવામાં વધુ એક સફળતા
મળતી બાતમીઓના આધારે રીઢા ગુનેગારોની પર વોચ રાખવામાં આવેલ હતી. જે અનુસંધાને સિંગાણા રેંજમાં તા. 04/08/2020 ના રોજ પૂર્ણા વન્યજીવ અભ્યારણ વિસ્તારમાં સિંગાણા રેંજના આર. એફ. ઓ શ્રી કેયૂર એન પટેલ ગુ. વ. સે. દ્વારા મળેલ બાતમી આધારે સાંજના સમયે સ્થાનીક બિટગાર્ડની ટીમને જંગલ અંદરની પગદંડી ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. સાંજના સમયે 19-30 કલાકે ધર્મેન્દ્ર ધના માછી રહે. કસાડબારી ગામ ઉમરપાડા ફળીયુ ઉ. 40 ને ધડતરી કરેલ સાંગી નં. 1 સાથે ઝડપી પાડેલ હતા.
સમગ્ર ધટનામાં રેંજ કચેરીએ પુછપરછ કરતાં સદર આરોપી ભુતકાળમાં પણ રીઢા ગુનેગાર તરીકે સાગી નંગની સાઇઝની ધડતરી કરી તાપી જિલ્લા અને મહારાષ્ટ્ર રાજયમાં માલ વેચાણ કરેલ હોવાનું કબુલાત કરેલ અને સાથે સંકળાયેલા અન્ય આરોપીઓના નામ પણ જણાવેલ. આમ વન વિભાગની ટીમ દ્વારા સદર ગુનાકામે ભારતીય વન અધિનિયમ 1927 અંતર્ગત કલમ 26 (1) એફ, 41 (2) બી અને વન્યજીવ સંરક્ષણ ધારા 1972 અંતર્ગત કલમ 27 અને 29 અનુસાર (સિંગાણા રેંજ ગુના નંબર -33/2020-21.ગીરમાળ રા. ગુના નંબર -14/2020-21 તા. 04/08/2020 ) ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીના મેડીકલ તપાસ કરીને કોર્ટમાં રજૂ કરેલ અને નામદાર કોર્ટ સુબીર દ્વારા આરોપીને શરતી જામીન મુકત કરેલ.
વધુ ઉલેખનીય છે કે ગત અઠવાડિયામાં વન વિભાગની ટીમ દ્વારા આ જ વિસ્તારમાંથી 24 લાકડા ચોરોને રંગેહાથો ગુનાહિત કૃત્ય કરતા ઝડપી પાડવામાં આવેલ હતા. તથા એમની ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ કરવામાં આવેલ હતો. આ વિસ્તારના લાકડાચોરી સાથે સંકળાયેલા માણસોની માહીતી કાઢી પેટ્રોલીંગ વધારી દેવામાં આવી છે હાલ પ્રકરણમાં પણ મળેલ માહિતી આધારે લાકડાચોરીમાં સંડોવાયેલા સંદિગ્ધોની તપાસ વન વિભાગના રેંજ ફોરેસ્ટ ઓફિસર કેયૂર પટેલ દ્વારા હાથ ધરવામાં આવેલ છે
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)