ડાંગના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે વન વિભાગ દ્વારા વુક્ષારોપણ
- ડાંગ જિલ્લા ના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે દક્ષિણ ડાંગ વન વિભાગ અને વઘઇ પરિષરિય પ્રવાસન વિકાસ સહકારી મંડળી ના સંયુકત ઉપક્રમે વઘઇ નગર માં વુક્ષા રોપણ કાર્યક્રમ
વઘઇ ખાતે આજ રોજ દક્ષિણ ડાંગ વન વિભાગ ના નાયબ વન રક્ષક શ્રી દિનેશ રબારી અને વધઇ પરિષરિય પ્રવાસન વિકાસ મંડળી ના હોદેદારો તેમજ વધઇ નગર જનો દ્વારા વઘઇ કોમ્યુનીટી હોલ ના પટાંગણ માં વુક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દક્ષિણ ડાંગ ના ડીએફઓ દિનેશ રબારી તેમજ પરિષરિય સમિતીના સભ્યોના હસ્તે વઘઇ નગરમાં વુક્ષા રોપણ કરી ને લોકો ને પર્યાવરણ અંગે માહિતગાર કરતા જણાવ્યુ હતુ કે વુક્ષ એ જીવન છે એના માટે વુક્ષો વાવવા તેમજ વુક્ષોનુ જતન કરવુ એ માનવ જાતની ફરજ બની છે હાલ વુક્ષો ની ધટ ના કારણે સમગ્ર દેશ ગોલ્બલ વોરમીંગ ની અસર માં સપડાઇ ગયુ છે.
જેને લઇ વરસાદના પ્રમાણ માં દિવસ દિવસ ધટાડો નોંધાવી રહયો જેના થી બચવા વુક્ષ નુ જતન કરવુ એ માનવ ફરજ બની છે આ પ્રસંગે વધઇ માર્ગ મકાન પંચાયત વિભાગના કર્મયોગી તેમજ વધઇ નગર ના સરપંચ મોહન ભોયે એ પણ વુક્ષો રોપી ને વુક્ષની મહત્વતા અંગે ઉપસ્થિત લોકો ને માહિત ગાર કર્યા હતા વળી વઘઇ પરિષરીય સમિતાના હોદેદારો તેમજ સ્ટાફ ગણો તેમજ વઘઇ નગર જનો એ પણ વુક્ષારોપણ કરીને વુક્ષ ના જતન કરવાશી પ્રતિજ્ઞા લીધી હતી જયારે આ વુક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવવા માટે વધઇ રેંજ ના વનકર્મીઓ તેમજ માર્ગ અને મકાન વિભાગના કર્મયોગી વધઇ પરિષરિય સમીતીના હોદેદારો સ્ટાફ ગણે ભારે જહેમત ઉઠાવી વુક્ષારોપણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ : વનરાજ પવાર (ડાંગ)