હાલોલ માં અસામાજિક તત્વોનો આતંક

હાલોલ ના ખોખરફળિયા અને કરીમ કોલોની માં ગત રાત્રે બે દિવસ પૂર્વે હેરિટીઝ હોટલ પાસે થયેલ સામાન્ય અકસ્માત બાદ થયેલ ઝઘડાનું સમાધાન થઈ ગયા હોવા છતાં પણ પછી એકજ કોમ ના ખોખર ફળીયા અને બાસ્કા ના યુવાનો વચ્ચે શસસ્ત્ર જૂથ અથડામણ થતા છ થી સાત લોકો ને ગંભીર ઈજાઓ પોહચતા હાલોલ રેફરલ અને વડોદરા સયાજી હોસ્પિટલ માં સારવાર હેઠળ ખસેડાયા છે. જૂથ અથડામણ ને લઈ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવતા મોટી ઘટના બનતા અટકી હતી ઘટના ના પગલે હાલોલ અને બાસ્કા ખાતે ભારે તણાવ પેદા થયો હતો.
ઘટના ના પ્રત્યાઘાતો ન પડે માટે પોલિસે બાસ્કા અને હાલોલ ખોખરફળિયા કરીમ. રહીમ કોલોની માં સઘન પેટ્રોલિંગ હાથ ધરી પોલીસ પોઇન્ટ મૂકી મોડી રાત્રે બાસ્કા ના ઇજાગ્રસ્તો ની ફરિયાદ લઇ ચાર હુમલાખોરો સામે ગુન્હો નોંધાયો છે જયારે બીજી તરફ પણ અથડામણ માં ઈજાઓ પોહચી હોવાનું જાણવા મળેલ છે જેમાં ઘટના ના બીજા દિવસે મોડી સાંજે ક્રોસ ફરિયાદ અપાઈ હોવાનું જાણવા મળેલ છે
ઘટના ની પ્રાપ્ત વિગતો મુજબ બકરી ઈદ ના બીજા દિવસે સાંજે હેરિટીઝ હોટલ સામે નજીક માં હોટલ પાછળ રેહતા પરિવાર ને ત્યાં ઠાસરા થી બુલેટ લઇ મહેમાન આવેલ સાજીદ ઉર્ફે જેસીબી અને સામે બાઇક સવાર અતુલ બારીયા રહે ગાયત્રી મંદિર સામસામે બાઇકો અથડાતા બન્ને વચ્ચે બોલાચાલી બાદ ઝગડો થતા માંરામરી થઈ હતી દરમિયાન ખોખર ફળિયા માં રહેતો બુટલેગર અમજદ હમિદ પઠાણ અને તેના સાગરીતો આવી સાજીદ નું ઉપરાણું લઇ અતુલ ને ઢોર મારમારતા તે વખતે ત્યાંથી પસાર થતા મુસ્તુફા મકરાણી રહે બાસ્કા એ અતુલ ને છોડાવા પડતા અમજદે તું કેમ વચ્ચે પડે છે કહી તેના હાથ માં પહેરેલ ભારે કડું કાંદા ના જોર થી દાંત ભીંચી ને મુસ્તુફા રહે. બાસ્કા ના માથા માં મારી દેતા મુસ્તુફા ને માથા માં ગંભીર ઈજાઓ પોહચી હતી અને 4 ટાંકા આયા હતા.
દરમિયાન બે દિવસ બાદ કાલે બાસ્કા અને હાલોલ ના લોકો કરીમ કોલોની ખાતે સમાધાન કરવા બેઠા હતા દરમિયાન ઇજાગ્રસ્ત મુસ્તુફા ની માતા આવી મારા છોકરાને વગર વાંકે કેમ માર્યો નું કેહતા ફરી સાંમ સામે ઝગડો થતા સમાધાન બાજુ પર રહી જતા અમજદ હમિદ પઠાણ.રહે હેરિટીઝ હોટલ પાછળ.અમજદખાન ઉસમાનખાણ પઠાણ રહે ખોખરફળિયા. સમીર ઉર્ફે ભીમા મકસુદ પઠાણ રહે કરીમ કોલોની.અને તાઉ.મકસુદ નાઓ તીક્ષણ હથિયારો સાથે આવી માં બેન સમાની ગાળો બોલી પરિવાર પર હુમલો કરતા સબિના મહમદ ઉસ્માન મકરાની.અકરમ આબીદ અલી મકરાણી.શાકીર લિયાક્ત અલી મકરાણી. ઝમીલાબાનું અમીન અલી મકરાણી ને ઈજાઓ પોહચતા હાલોલ ની રેફરલ હોસ્પિટલ માં ખસેડાયા હતા.
જેમાં ઇજાગ્રસ્ત અકરમ અને સાકીર ને વધુ ઘવાયા હોવા થી સારવાર અર્થે વડોદરા ખસેડાયા છે જેમાં શાકિર લિયાકત અલી મકરાણી રહે બાસ્કા ને ગંભીર ઇજા થતાં વડોદરા ના શાસ્ત્રી જી મહારાજ ખાનગી હોસ્પિટલમાં ખસેડવા માં જ્યાં શાકિર અલી ને માથા માં 19 ટાંકા અને ડાબા હાથે બે ફ્રેક્ચર તથા ડાબા પગ ના ગુઠણ માં ફ્રેક્ચર અને કમર ના મણકાઓ માં ગેબી માર વાગ્યે હોવાનું જાણવા મળેલ છે ઘટના ના પગલે હાલોલ ખોખરફળિયા અને બાસ્કા ખાતે ભારે તંગદિલી સર્જાઈ હતી ઘટના ના કોઈ પ્રત્યાઘાતો ન પડે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પેટ્રોલીગ હાથ ધર્યું હતું
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)