મહેસાણાની પ્રખ્યાત દૂધસાગર ડેરીના ઘીમાં ભેળવાતું ખતરનાક લિક્વિડ…!

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. હમણાં બે-ત્રણ દિવસ પહેલાં જ મહેસાણામાં આવેલ દૂધસાગર ડેરીમાં ઘી માં કરવામાં આવતી ભેળસેળને લઈને ખુબ જ મોટાં વિવાદમાં આવી રહી છે.હાલમાં ચાલી રહેલ ઘી મામલે વહીવટીતંત્ર તેમજ ડેરીનાં સત્તાધીશો પણ આમને-સામને આવી ગયાં છે. ગત 24 જુલાઇ એટલે કે શુક્રવારનાં રોજ ‘ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ’ તથા B – ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન પણ હાથ ધરીને દૂધસાગર ડેરીનાં ઘીનાં કુલ 2 ટેન્કર જપ્ત કરી, એમાંથી ઘીનાં નમૂના લઈને લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલતાં આગામી દિવસોમાં જ આ મામલે સહકારી રાજકારણ પણ ગરમાઈ ગયું છે.હવે, મહેસાણા દૂધ સાગર ડેરીનાં ઘીમાં ભેળસેળની બાબતે મહેસાણાની B – ડિવિઝન પોલીસ મથકમાં એક ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી.
દૂધસાગર ડેરીનાં ચેરમેન, વાઇસ ચેરમેન, MD, લેબ હેડ, તેમજ ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર સહિત કુલ 5 લોકોની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઇ હતી. વાઇસ ચેરમેન તથા MDની પણ પોલીસે હસ્તગત કરીને પૂછપરછ કરવામાં આવી હતી. વિસનગર dysp ની અધ્યક્ષતામાં કુલ 5 સભ્યોની સીટની ટીમને આ મામલે તપાસ કરવામાં મુકવામાં આવી છે. મોડી રાત્રે નોધાયેલ ફરિયાદ પછી જ આ કાર્યવાહીને હાથ ધરવામાં આવી છે. મહેસાણામાં આવેલ દૂધ સાગર ડેરીનાં ઘીમાં ભેળસેળનો મુદ્દે હવે જોરદારનો ખુલાસો પણ થયો છે. ઘીમાં ‘A.C. કેમ’ નામનું ઓઈલ ભેળવતાં હોવાનો ખુલાસો પણ થયો છે. ઘીની તપાસને માટે JC મશીનને વસાવવા માટે ફેડરેશનની સૂચના પણ આપી દેવામાં આવી છે.
અહિં આપને જણાવી દઇએ, કે આ ભેળસેળવાળું ઘી હરિયાણામાં આવેલ પુનહામાં પરવાનગી વિના જ બનાવવામાં આવતું હતું. આ મશીનથી ઘીમાં થતી ભેળસેળને પકડી શકાય છે, પણ ફેડરેશનની સૂચનાની અવગણના કરીને કુલ 2 વર્ષથી ડેરીએ આ મશીન વસાવ્યું ન હતું. ઘીમાં ભેળસેળ પકડાતાંનાં કુલ 2 મહિના અગાઉ જ પ્લાન્ટને તાત્કાલિક બંધ પણ કરી દેવામાં આવ્યો હતો. આ સમગ્ર કેસમાં ડેરીનાં વાઇસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરી, MD નિશિથ બક્ષી તેમજ લેબોરેટરી હેડ સુધીની ધરપકડ પણ થઈ ચૂકી છે. દૂધસાગર ડેરીનાં ટેન્કરમાંથી ભેળસેળવાળું ઘી મળી આવ્યાં પછી ફેડરેશન દ્વારા ડેરીનાં સત્તાધીશોને નોટિસ પણ પાઠવી હતી તેમજ તપાસ કરીને જવાબદારોની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ પણ કર્યો હતો.
પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)