કાવ્ય સંગ્રહ ભાગ-08 : ભીંજાવું છે તારાં પ્રેમમાં

ભીંજાવું છે તારાં પ્રેમમાં….!
શું ભીંજાવું.., .ઝરમર ઝરમર વરસતા વરસાદમાં…!
મારે તો ભીંજાવું છે તારી લાગણી પ્રેમનાં વરસાદમાં…!
હવે તો રોકાતા નથી રોકાતું, મારે તો ભીંજાવું છે તારાં સ્નેહનાં વરસાદમાં…!
શું સાંભળવા વીજળીનાં કડાકા…ભડાકા…..!
મારે તો સાંભળવા છે તારાં મીઠા બોલ….!
શું સંતાવું વૃક્ષો વનરાઈની નીચે….!
મારે તો સંતાવું છે તારાં કેશમાં…!
ડ્રાઉં ડ્રાઉં કરતાં દેડકાનો અવાજ સાંભળીને…,!
મને તારો નટખટીયો મિજાજ યાદ આવે છે…!
બસ હવે તો ખોવાઈ જવું છે, તારા વિચારોમાં…!
મારે તો હવે ભીંજાવું છે તારાં પ્રેમરુપી વરસાદથી…..!
સાતફેરા થાય કે ન થાય…! પણ, આ તારાં સાગરરુપી હ્રદયમાં સમાવું છે મારે….!
તું પૂર બનીને આવ…! હવે તો વહી જવું છે તારા વહેણમાં…., તું જ મારી મંજિલ છે…, તું જ ફરિસ્તો છે….!
બસ સમાવી લે મને તુઝમાં…, હું હવે ચાહે રાહુ કે, ના રહું પણ તારાં શ્વાસોચ્છવાસ બનીને તારી ફરતે રહેવા માંગું છું…!.
લેખક :- કિરણ પાડવી (વાંસદા)
રિપોર્ટ : તુલસી.બોધુ, બનાસકાંઠા