નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નું મોટું નિવેદન, જાહેરાત કલેક્ટર કરશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નું મોટું નિવેદન, જાહેરાત કલેક્ટર કરશે
Spread the love

ગુજરાત ના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે આવનારા સમય મા ભાદરવી મહાકુંભ યોજવાનો નથી જેનુ મુખ્ય કારણ કોરોના ના વાઇરસ ને લીધે આ વખતે 300 વર્ષ ના ઇતિહાસ મા પ્રથમ વાર ભાદરવી મહામેળો અંબાજી ખાતે યોજાનાર નથી આ સિવાય ઓગસ્ટ મહિનાના તમામ જાહેર કાર્યક્રમો પર ગુજરાત સરકાર એ પ્રતિબંધ મૂકી દીધો છે આજે આવેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એ દાંતા થી આરોગ્યવિભાગના કામોનું લોકાર્પણ કરી અંબાજી ખોડી વડલી સર્કલ પર આવી ખેરોજ-અંબાજી ચાર માર્ગીય કામોનું લોકાર્પણ કર્યું હતુ. આમ આજે બનાસકાંઠા જીલ્લામાં 598.42 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં નીતિન પટેલના હસ્તે કરવામાં આવ્યું હતુ ,ભાદરવી મેળા દરમિયાન મંદિર ચાલુ રાખવું કે બંદ રાખવું તેનો નિર્ણય બનાસકાંઠા જીલ્લા કલેક્ટર લેશે તેમ નીતિન ભાઈ પટેલે જણાવ્યું હતુ.

આજે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ સવારે-૧૧.૦૦ કલાકે દાંતા મુકામે માર્ગ અને મકાન વિભાગ તથા આરોગ્ય વિભાગના કામોનું લોકાર્પણ કર્યું હતુ જેમાં દાંતાથી પાલનપુરનો ચાર માર્ગીયકરણ રસ્તો, દાંતાથી આંબાઘાટ રસ્તાનું ચાર માર્ગીયકરણ લોકાર્પણ તથા દાંતા તાલુકાના મોટાસડા અને હડાદ ખાતે નિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતુ. ત્યારબાદ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે બપોરે 12 કલાકે હિંમતનગર- ખેરોજ- અંબાજી રસ્તાનું ચાર માર્ગીયકરણનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ અંબાજી મુકામે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમને માતાજી ગાદી પર જઈ ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ તેમને સર્કિટ હાઉસનું નિરીક્ષણ કર્યું હતું.

ત્રિશુળીયા ઘાટી ખાતે માર્ગ નું નિરીક્ષણ કર્યું
ગુજરાત ના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દાંતા થી લોકાર્પણ નું કાર્ય પૂર્ણ કરી અંબાજી તરફ આવી રહ્યા હતા ત્યારે તેમને રસ્તા મા ત્રિશુળીયા ઘાટી પર પોતાના વાહન માથી નીચે ઉતરીને માર્ગ નું નિરીક્ષણ કર્યું હતુ તેમની સાથે માર્ગ અને મકાન વિભાગ ના અધિકારીઓ હાજર રહ્યા હતા આમ આવનારા સમય મા ત્રિશુળીયા ઘાટી નું કામ પૂર્ણ થવાની તૈયારીમા છે

નીતિન પટેલ , નાયબ મુખ્યમંત્રી ગુજરાત
આજે અંબાજી આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે અમે અંબાજી ખાતે મે જે સંકલ્પ કર્યા હતા તે સંકલ્પ ના કામો પુરા કર્યા છે જેમા સિવિલ હોસ્પિટલ હોય કે ચાર માર્ગીય રોડની કામગીરી હોય તે આજે પુરા થયા છે લોકો ને હવે સારી સુવિધાઓ મળશે .2015 મા ચાર માર્ગીય રસ્તા ની કામગીરી શરુ કરાઈ હતી જે હવે પૂર્ણ થઇ છે વધુ મા તેમને જણાવ્યું હતું કે માં અંબા ના ચરણો મા ગુજરાત ની અમારી ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કામો હતા તે કામો અમે આજે અંબાજી માતાજી ને અર્પણ કરીયે છીએ ,અમારા માર્ગ અને વિભાગ દ્વારા આજે તમામ કામો પુરા થયા છે અને અમુક કામો પણ ઝડપથી પુરા થવાની તૈયારીમાં છે.

ભાદરવી મહામેળા દરમીયાન દર્શન ચાલુ રાખવામાં વાંધો નથી પણ ધક્કા મૂકી થાય અને ભીડ થાય ત્યારે કલેક્ટર શ્રી ભારત સરકાર ની ગાઇડલાઇન અને રાજ્ય સરકાર ની સૂચના પ્રમાણે આનો નિર્ણયઆવનારા દિવસો મા કરશે ,જન્માષ્ટમી માં આપણે વહેલો નિર્ણય એટલા માટે કર્યો કે જન્માષ્ટમી આવી રહી છે અને તાજીયા પણ આવી રહ્યા છે આમ કોરોના થી માતાજી વિશ્વ અને ગુજરાત ને જલ્દી મુક્ત કરે તેવી પ્રાર્થનાપણ કરીયે છીએ,અંબાજી મંદિર દર્શન માટે નિયમ મુજબ અને શિસ્ત બદ્ધ રીતે દર્શન થશે તો અલગ નિર્ણયકરાશે અને જો વધારે ભીડ થાય તો કલેક્ટર બનાસકાંઠા આનો અલગ નિર્ણય કરશે.

25 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર દરમિયાન ભક્તો વધુ આવતા હોય છે
અંબાજી ભાદરવી મહાકુંભ યોજાવાની કોઈ શક્યતા નથી ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ મહિનાના તમામ જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મુક્યો છે ત્યારે અમાવાસ થી પૂનમ સુધી ભક્તો નું ઘોડાપુર અંબાજી ખાતે આવતા હોય છે ત્યારે આ બાબત નો નિર્ણય બનાસકાંઠા જીલ્લા કલેક્ટર અમાવાસ સુધી લે તેવી શક્યતા છે , અંબાજી મંદિર મા સાત દિવસ મેળો યોજાતો હોઈ આ વખતે મંદિર ચાલુ કે બંદ રાખવાની જાહેરાત હવે અંબાજી મંદિર ના ચેરમેન કરશે તેમ આજે આવેલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ એ એ કહ્યું હતું.

IMG-20200809-WA0055-1.jpg IMG-20200809-WA0056-0.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!