ખેડા : સારસાના વતની અને NRI હેમંત પટેલ 4 વર્ષેથી પગપાળા માતા વૈષ્ણોદેવી મંદિરે ધજા ચઢાવી ધન્ય બને છે

પોતાના જ ખર્ચે અન્ય ભક્તોને વાહનમાં પ્રવાસ કરાવી માતાજી ના દર્શન કરાવે છે, હજારો કિલોમીટરનુ અંતર કાપી માતાજી ના ચરણ સ્પર્શ કરી આહલાદક આનંદ અનુભવે છે. આસ્થા અને શ્રદ્ધા જયાં હોય ત્યા પૂરાવા ની કોઈ જ જરૂરિયાત હોતી નથી.માણસ કયારેક આત્મીક શાન્તિ અને સુખ માટે દૈવીશક્તિ કે ઈશ્વર પાસે દર્શનની અપેક્ષા લઈને મંજીલ સુધી પહોંચવાના પ્રયાસો કરે છે. ત્યારે દૈવી શક્તિ કે ઈશ્વર પણ તેનામાં સૂક્ષ્મ શક્તિ રૂપે બીરાજમાન થઈ મંદીરો સર કરાવે જ છે અને આવો જ એક પ્રેરક પ્રસંગ ખેડા જિલ્લાના સારસા ગામના વતની અને એનઆરઆઈ હેમંતભાઈ પટેલ અને પરીવારો ખેડાના સારસા થી જમ્મુ કાશ્મીરના શક્તિપીઠ વૈષ્ણવદેવી પગપાળા યાત્રાએ છેલ્લા ચાર વર્ષથી નિયમિત રીતે માના દર્શને જઈ મસ્તક નમાવી માનતા પુરી કરી આહલાદક આનંદની અનુભૂતિ કરે છે.
આ વરસે પણ સારસા થી ચાલતા નિકળતા અને સાબરકાંઠામાં પ્રવેશ કરતા જ સાબરકાંઠા જિલ્લાના માઈભક્તો મનુભાઈ નાયી, રામપુરા,ડાહ્યાભાઈ પ્રજાપતિ તેમજ કચ્છી અગ્રણી અશોકભાઈ પટેલ દ્વારા આ પદયાત્રીઓનો નું ભવ્ય રીતે સ્વાગત કરી માના ધામમાં ભણી અલૌકિક વિદાય આપી હતી.સારસાના આ માઈભક્તો જાતે ચાલતા જ જાય છે અને તેઓ પહોંચી જાય પછી તેમનું મિત્ર વર્તુળ અને ભક્તો વાહન દ્વારા માના ધામે હેમંતભાઈના ખર્ચે માના ધામમાં પહોંચી ગરબા ભજનની રમઝટ બોલાવે છે,ધન્યછે આવા માઈભક્તને અને તેમની ભક્તિ આસ્થા અને શ્રદ્ધા ને, આજની આ જમાનાની સલામ.
મનુભાઈ નાયી (પ્રાંતીજ)