માલપુરમા બે કલાકમા બે ઈંચ વરસાદ : પાણીના નિકાલની વ્યવસ્થાના કરાતા અણીયોરનો સપક તુટ્યો

માલપુર તાલુકામા સવારના ચાર વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ પડ્યો હતો, બે કલાક મા બે ઈચ વરસાદ પડતા નદીમા નવા નીર વહેતા થયા હતા, ત્યારે તળાવ અને ખેતરોમાં પાણી ભરાયા હતા, તો માલપુર અને અણિયોર વચ્ચે આવતા ભાથીજીના મુવાડા નજીક રોડ ઉપર પાણી ભરાતા અણીયોર,માલપુર નો સપક તુટ્યો હતો,આવતા જતા મુસાફરો અને વાહન ચાલકોને બે કલાક સુધી રાહ જોવી પડી હતી.
ભાથીજીના મુવાડા નજીક જમણા કાંઠાની વાત્રકકેનાલ પસાર થાય છે,જેનાથી ઉપરવાસના પાણીના નિકાલની વ્યવસ્થા ના કરાતા પાણી રોડ ઉપર ભરાયુ હતુ,જે ગામલોકો ધ્વારા જેતે વિભાગના અધિકારીઓને જાણ કરવામા આવે છે,પરંતુ “આંખ આડા કાન”કરવામા આવી રહ્યા છે, આસપાસના લોકોની માંગ છે, વરસાદવા પાણીના નિકાલ કરવાની વ્યવસ્થા કરવામા આવે.
રિપોર્ટ : સલીમ પટેલ (મોડાસા)