ગુજરાતમાં હજી પણ આરટીઓના ઉઘરાણા , ગબ્બર ચોકડીનો બનાવ

શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું છે ,આ અંબાજી મા વાહન વ્યવહાર ની ગુજરાત સરહદ પુરી થાય છે અને થોડા કિલોમીટર બાદ રાજસ્થાન સરહદ શરુ થાય છે ત્યારે સોમવારે રાજસ્થાન તરફથી આવતી 5 જેટલી ટ્રકો ના ડ્રાયવર સાથે અંબાજી આરટીઓ અધિકારીના રૂપિયા ઉઘરાણા ને લઈને ભારે વિવાદ થયો હતો અને ટ્રક ડ્રાયવરો પાસે અંબાજી આરટીઓ દ્વારા ટ્રક દીઠ 400 રૂપિયા એન્ટ્રી ના માંગવામાં આવ્યા હતા અને જેને લઈને ડ્રાયવરો લડી લેવાના મૂડ મા જોવા મળ્યા હતા, સ્થાનીક મીડિયાના પ્રતિનિધિઓ સ્થળ પર આવતા આરટીઓ ઇન્સ્પેક્ટર ડી ડી મોદી સાદા ડ્રેસ મા હતા અને તેમને પોતાની ગાડી મા ડ્રાયવરો ની બિલ્ટી લઇ લીધી હતી.
મીડિયા જોઈ ગભરાઈ ગયેલા આરટીઓ ઇન્સ્પેક્ટર મગ નું નામ મરી પાડવા તૈયાર નથી
અંબાજી ગબ્બર શક્તિ ચોક ખાતે રાત્રે 9 વાગે આસપાસ આબુરોડ તરફ થી અંબાજી તરફ આવતી 5 જેટલી ટ્રકો ને ગુજરાત મા પ્રવેશ ના નામે એક – એક ટ્રક દીઠ 400 રૂપિયા એન્ટ્રી ના નામે માંગવામાં આવ્યા હતા અને આ ટ્રક ચાલકો એ જણાવ્યું હતું કે ગુજરાત મા આરટીઓ ચેક પોસ્ટ હટી ગઈ છે પછી સાના રૂપિયા અમારે આપવાના, તે સાંભળી આરટીઓ મોદી દ્વારા આ 5 ટ્રક ની બિલ્ટી લઇ લીધી હતી સ્થાનીક મીડિયા આવી જઈ આ ટ્રક ડ્રાયવરો ના ઇન્ટરવ્યુ લીધા હતા અને ત્યારબાદ જીલ્લા કલેક્ટર સંદીપ સાંગલે ને વિડિઓ મોકલવામાં આવ્યા હતા.
ત્યારબાદ આ ટ્રક ડ્રાયવરો એ જણાવ્યું હતું કે અમે તમામ ટ્રક મા અંડર વજન ભરેલું છે તેમ છતાય અમને અહીં જંગલ મા 2 કલાક થી કારણ વગર રોકવામાં આવ્યા છે ભારે હોબાળો થતા મીડિયા અગ્રણી દુષ્યંત ભાઈ આચાર્ય આવી દરમિયાનગિરી કરતા આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા આ ટ્રક ચાલકો ને જવા દેવામાં આવ્યા હતા ,ટ્રક ચાલકો ના ગાડી ના કાગળો આરટીઓ ના વાહન માથી મળી આવ્યા હતા જે બાદ મા પરત આપવામાં આવ્યા હતા આમ આરટીઓ ચેક પોસ્ટ બંદ થઇ ગઈ હોવા છતા ખોટી રીતે આરટીઓ દ્વારા વાહનો ના પ્રવેશ બાબતે ઉઘરાણા કરવામાં આવે છે આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે
આરટીઓ ઇન્સ્પેક્ટર ડી ડી મોદી કેમ ડ્રેસ મા નહોતા
મીડિયા જયારે ઘટનાસ્થળે પહોંચ્યું ત્યારે અંબાજી આરટીઓ ડી ડી મોદી સાદા ડ્રેસ મા ગાડી મા બેસેલા હતા અને તેમનો ડ્રેસ સીટ પાછળ લાગેલો હતો આમ આ ઉપર થી લાગી રહ્યું છે કે આરટીઓ ઇન્સ્પેક્ટર તોડ કરવાના આશ્રય થી આવું તરકટ કર્યું હોય ?
ત્રિશૂલિયા ઘાટી થી અંબાજી તરફ દિવસે અને ગબ્બર તરફ રાત્રે ફરતી આરટીઓ ગાડી
અંબાજી બોર્ડર હોઈ રાજસ્થાન સરહદ તરફ જતી આવતી ગાડીઓ માટે આ વિસ્તાર હોટ હોઈ અહી અંબાજી આરટીઓ ની ગાડી ફરતી હોય છે ત્યારે તોડબાજી કરવા માટે વાહન ચાલકો ને ભારે હેરાન પરેશાન કરવામાં આવે છે , અંબાજી મારબલ ની ટ્રકો કે બીજી કોઈ ટ્રકો આ વિસ્તાર થી નીકળે એટલે આરટીઓ ની ગાડી સૌથી પહેલા તોડ કરવા માટે માંગણી કરે છે જો તોડ ના થાય તો કેસ કરી મોટા દંડ ની પાવતી આપવામા આવે છે તેવું સોમવાર ની ઘટના થી જણાતું હતું
ગુજરાત સરકાર તપાસ ટીમ નીમે
ગુજરાત વિકાસશીલ રાજ્ય છે અને આ રાજ્ય મા આરટીઓ અધિકારી તોડ કરવા માટે વાહન ચાલકો પાસે માંગણી કરે તો તે ગંભીર બાબત છે સોમવારે ટ્રક ચાલકો એ વિડિઓ મા ગંભીર આરોપો કર્યા હતા ત્યારે સ્થાનિક મીડિયા દ્વારા બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર ને વિડિઓ મોકલવામાં આવ્યા હતા ત્યારે મીડિયા મા ન્યૂઝ આવતા ગુજરાત સરકાર આ બાબતે કડક કાર્યવાહી કરી આવા ભ્રષ્ટાચારી આરટીઓ ને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે