માઉંટઆબૂમા બંગલામાંથી 8 જુગારીઓ ઝડપાયા ,તમામ ગુજરાતી “

માઉંટઆબૂમા બંગલામાંથી 8 જુગારીઓ ઝડપાયા ,તમામ ગુજરાતી “
Spread the love

ગુજરાત અને રાજસ્થાન ને અડીને આવેલા રાજસ્થાન ના કાશ્મીર માઉંટઆબૂ મા સિરોહી પોલીસ અને રાજસ્થાન પોલીસ ની મોટી કાર્યવાહી આજે કરી હતી જેમા ઓરીયા ટોલનાકા પાસે સાબૂજી ના બંગલા માં ગુજરાત ના અમદાવાદ અને સાણંદ વિસ્તાર ના 8 ગુજરાતી બહાર થી તાળુ મારી ત્રણ પતા નો જુગાર રમતા હતા આ બાતમી ને આધારે જીલ્લા પોલીસવડા પૂજા અવાના ના નિર્દેશ પર ડીવાયએસપી પ્રવીણ કુમાર ના સુપર વિઝન હેઠળ આબુ ના પીઆઈ પોતાની ટીમ લઇ 11 તારીખ ના રોજ રાત્રે 11 વાગે આસપાસ ઓરીયા ગામે પહોંચ્યા હતા જ્યાં બહાર તાળુ લાગેલું હતુ, અને અંદર 8 થી 10 લોકો જુગાર રમતા ની બાતમી ને આધારે રેડ કરતા સાબુજી ના બંગલા મા 8 લોકો ગુજરાત થી આવેલા જુગાર રમતા હતા અને દાવ પર મુકેલા 4 લાખ 53 હજાર ની રકમ પોલીસે જપ્ત કરી હતી

આ રેડ માં જાણવા મળ્યું હતું કે દેશ મા શ્રાવણ મહિનો પૂરો થઇ ગયો છે પરંતુ ગુજરાત મા શ્રાવણ માસ શરુ હોઈ ગુજરાત ના લોકો અહીં રાજસ્થાન જુગાર રમવા આવતા હોય છે ત્યારે આજે જન્માષ્ટમી પર્વ પર ગુજરાત થી આવેલા 8 લોકો આબુ પોલીસ ના હાથે ઝડપાઇ ગયા હતા, જેમા આબુ પોલીસે આ લોકો પાસે થી 8 મોંઘા મોબાઈલ અને 3 લકઝરી કાર જપ્ત કરી હતી તમામ આરોપીઓને આબુ પોલીસ મથકે લાવી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી

સિરોહી એસ પી પૂજા અવાના ની સુંદર કામગીરી

જ્યારથી આબુ વિસ્તાર મા સિરોહી એસપી તરીકે પૂજા અવાના આવ્યા છે ત્યારે તેમને માત્ર એક જ મહિનામાં જુગાર ની ત્રણ મોટી રેડ કરી જુગાર નો પર્દાફાશ કર્યો હતો જેમા 12 ઓગસ્ટ ના રોજ ઓરીયા ગામે 8 જુગારીઓ ઝડપ્યા,17 જુલાઈ ના રોજ 22 જુગારીઓ ઝડપાયા હતા અને 5 ઓગસ્ટ ના રોજ 12 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા હતા

@@ જુગાર મા પકડાયેલા આરોપીઓ @@

[1] જગદીશ સિંહ વનુસિંહ રાજપૂત ,બોપલ ,અમદાવાદ

[2] સનાજી જીવાજી ઠાકોર ,વાસઝડા કલોલ

[3] રાજેન્દ્રસિંહ જીતુભાઇ વાઘેલા, ગરોડીયા ,સાણંદ

[4] જીતેન્દ્રસિંહ ભરતસિંહ વાઘેલા , ગરોડીયા ,સાણંદ

[5] કિરીટસિંહ બુધા ભાઈ વાઘેલા, ગરોડીયા ,સાણંદ

[6] રાજેન્દ્રસિંહ અમરસિંહ વાઘેલા , ગરોડીયા ,સાણંદ

[7] પ્રદીપસિંહ બહાદુરસિંહ રાવત ,બોપલ ,અમદાવાદ

[8] દશરથ પુજાજી ઠાકોર , ગરોડીયા ,સાણંદ

@@ આ ટીમ પોલીસ ની હાજર રહી હતી @@

1.અચલ સિંહ દેવડા ,પી આઈ આબુ

2.રતનસિંહ ,હેડ કોન્સ્ટેબલ

3.ઓમરામ ,કોન્સ્ટેબલ

4.જયરામ ,કોન્સ્ટેબલ

5.ખીયારામ ,કોન્સ્ટેબલ

6.દલારામ ,કોન્સ્ટેબલ

7.વિશ્રામ ,કોન્સ્ટેબલ

8.ચેતન ,કોન્સ્ટેબલ

IMG-20200812-WA0041.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!