લોકચાહક કલાકાર રાજન કાપરાનું થરાદના ધારાસભ્યે કર્યું સન્માન

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા બનાસકાંઠા જિલ્લાના રબારી સમાજનું અણમોલ રત્ન તેમજ બાળ કલાકાર એવા રાજન કાપરાનું સન્માન કરી પ્રગતિ કરો તેવી અભ્યર્થના પાઠવી હતી, મોટા કાપરા ગામના બાળ કલાકાર અને કાતરવાની અમરજયોત હાઈસ્કૂલનો વિદ્યાર્થી સિંગર રાજન કાપરા જેઓ પોતાના મધુર કંઠથી ગવાયેલા ગીતોથી ટૂંક જ સમયમાં લોકચાહક બની જતા ગવાયેલા ગીતો વર્તમાન સમયમાં ધમધમી રહ્યા છે. જોકે રાજન કાપરા નાની વયે પોતાના મધુર કંઠથી ગીતોના સૂર લલકારતા લોકચાહક તેમજ સમગ્ર કલાકારોમાં પણ સ્થાન મેળવ્યું છે, ત્યારે થરાદના યુવા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જેઓ ગત રવિવારના રોજ બાળ કલાકાર રાજન કાપરાની ઘરે મુલાકાતે જઈ સાલ અને ફૂલહારથી લોકચાહક સિંગરનું સન્માન કરી આભાર માન્યો હતો, જોકે રાજન કાપરાએ થરાદની પેટા ચૂંટણી સમયે થરાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત માટે એક ગીત ગાયું હતું, અને ચૂંટણીમાં વિજય થયેલ હોઈ થરાદના ધારાસભ્યે બાળ કલાકાર રાજન કાપરાને સન્માનિત કરી આભાર માન્યો હોવાનું થરાદના ધારાસભ્યે જણાવ્યું હતું.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ
દૈનિક લોકાર્પણ ન્યૂઝ