જયંતિ વિશેષ : ભારતને અંતરિક્ષમાં પહોંચાડનાર સિતારા વિક્રમ સારાભાઈને સલામ

જયંતિ વિશેષ : ભારતને અંતરિક્ષમાં પહોંચાડનાર સિતારા વિક્રમ સારાભાઈને સલામ
Spread the love

આજે ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક અને મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ (Vikram Sarabhai)ની જયંતિ છે. ભારતને અંતરિક્ષ વિજ્ઞાનમાં આટલી પ્રગતિ કરીને મોટા-મોટા અભિયાનોમાં સફળતા પ્રાપ્ત કરી, તેનો શ્રેય માત્ર મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈને જ જાય છે. તો ચાલો આજે જાણીએ ભારતને અંતરિક્ષમાં પહોંચાડનાર મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ વિશે…
વિક્રમ અંબાલાલ સારાભાઈનો જન્મ અમદાવાદમાં 10 ઓગસ્ટ 1919ના રોજ થયો હતો. તેમના પિતા અંબાલાલ સારાભાઈ એક જાણીતા ઉદ્યોગપતિ હતા અને ગુજરાતમાં અનેક મિલોના માલિક હતા.
તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેંન્ટ જૉન કોલેજથી ડૉક્ટરેટની ડિગ્રી મેળવી હતી. તમને જણાવી દઈએ કે, તેઓ એક એવા વૈજ્ઞાનિક હતા, જે હંમેશા યુવા વૈજ્ઞાનિકોને આગળ વધવામાં મદદ કરતા હતા. વિક્રમ સારાભાઈએ જ સૌ પ્રથમ ભારતમાં સ્પેસ રિસર્ચની જરૂરિયાત સમજી અને ન્યૂક્લિયલ પાવર વિક્સીત કરવામાં મદદ કરી હતી. તેમને બાળપણથી જ ગણિત અને વિજ્ઞાનમાં ખાસ રુચિ હતી. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પરત ફર્યા બાદ 28 વર્ષની ઉંમરે 11 નવેમ્બર, 1947માં તેમણે અમદાવાદમાં અમદાવાદમાં PRLની સ્થાપના કરી હતી.

વિક્રમ સારાભાઈના વૈજ્ઞાનિક કાર્યોને જોતા વર્ષ 1966માં તેમને પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત 1962માં શાંતિ સ્વરૂપ ભટનાગર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. જ્યારે 1972માં પદ્મ વિભૂષણ (મરણોપરાંત)થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કેવી રીતે થઈ ISROની સ્થાપના
ઈસરોની સ્થાપના વિક્રમ સારાભાઈને મહાન ઉપલબ્ધિઓમાંથી એક છે. રશિયન સ્પૂતનિકના લોન્ચ બાદ તેમણે ભારત જેવા વિકાસશીલ દેશ માટે અંતરિક્ષ કાર્યક્રમના મહત્વ વિશે સરકારને રાજી કરી અને તેની જરૂરિયાત સમજાવી હતી. ડો. સારાભાઈએ પોતાના અવતરણોમાં અંતરિક્ષ કાર્યક્રમના મહત્વ પર ભાર મૂક્યો હતો. વિક્રમ સારાભાઈએ 1962માં ઈન્ડિયન નેશનલ કમિટી ફૉર સ્પેશ રિસર્ચની સ્થાપના કરી હતી. જેનું નામ પાછળથી ઈસરો તરીકે જાણીતું થઈ ગયું.

જણાવી દઈએ કે, ISRO અને PRL ઉપરાંત તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના કરી. પરમાણું ઉર્જા આયોગના અધ્યક્ષ પદ પર પણ વિક્રમ સારાભાઈ રહી ચૂક્યા હતા. તેમણે અમદાવાદ સ્થિત અન્ય ઉદ્યોગપતિઓ સાથે મળીને ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM-A)ની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આ સિવાય ડૉ વિક્રમ સારાભાઈ દ્વારા સ્થાપના કરવામાં આવી હોય, તેવી સંસ્થાઓની વાત કરવામાં આવે તો,
→ Physical Research Laboratory (PRL) અમદાવાદ
→ DescriptionIndian Institute of Management(IIM), અમદાવાદ
→ કોમ્યૂનિટી સાયન્સ સેન્ટર, અમદાવાદ,
→ દર્પણ એકેડમી ફોર પરફોર્મિંગ આર્ટ્સ, અમદાવાદ,
→ વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર, તિરૂવનંતપૂરમ,
→ સ્પેસ એપ્લીકેશન સેન્ટર, અમદાવાદ,
→ ફાસ્ટ બ્રીડર ટેસ્ટ રિએક્ટર, કલ્પકમ
→ વેરિએબર એનર્જી સાઈક્લોટ્રોન પ્રોજેક્ટ,કોલકત્તા
→ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ICIL), હૈદરાબાદ
→ યુરેનિયમ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (UCIL), બિહાર

અંતરિક્ષની દુનિયામાં ભારતને સફળતા સર્વોચ્ચ શિખરો પર પહોંચાડનાર અને વિજ્ઞાન જગતમાં દેશનું નામ રોશન કરનાર મહાન વૈજ્ઞાનિક ડૉ વિક્રમ સારાભાઈનું અવસાન 30 ડિસેમ્બર, 1971ના રોજ કોવલમ, તિરૂવનંતપૂરમ, કેરળમાં થયું હતું.

Screenshot_20200812_154506-0.jpg Screenshot_20200812_154348-1.jpg

Admin

Yogesh Patel

9909969099
Right Click Disabled!