મુડેટી ગ્રામ પંચાયતમા સ્વતંત્રતા પવૅની ઉજવણી

ઇડર તાલુકાના મુડેટી ગ્રામ પંચાયત મા સ્વતંત્રતા પવૅની ઉજવણીના ભાગ રૂપે મુડેટી ગામમા કોરોના વાયસર લોકડાઉન સમયે પુરી નોષ્ઠાથી સ્વયંસેવકોએ સેવા આપેલ તેવા ૩૫ સ્વયંસેવકોનુ ફૂલહાર શાલ ઓઢાડી સંન્માન કરેલ. આ પ્રસંગે ગામમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો મોઢા પર માસ્ક પહેરી સોસીયલ ડિસ્ટન જાળવી ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરી ગામના પદાધિકારી ગણ તથા દાતાઓને યાદ કરી ગામના વિકાસની રૂપરેખાની જાણ કરી ગામના તમામ સમાજના લોકો તથા વેપારીઓએ કોરોના સમયે સાથ સહકાર આપવા ખાત્રી આપેલ.
ઉપરોક્ત પ્રસંગનુ સંપુર્ણ સંચાલન ગ્રામ પંચાયતના માધ્યમથી પૂવૅ સદસ્ય અને વતૅમાન ડે.સરપંચ દિનેશચંન્દ્ર એન દેસાઈએ સમગ્ર પ્રોગ્રામ સફળ કરેલ અને લોક ડાઉન સમયે કડક પગલા લઇ ગામની અંદર જે વ્યવસ્થા કરેલ તે બદલ દિનેશભાઇ દેસાઇનુ વેપારી મંડળ તથા અન્ય વ્યક્તિઓએ તેમનુ શાલથી સંન્માન કરેલ અને તેમની વહીવટી કામગીરીની પ્રશંસા કરેલ જેની લોકોએ લાગણી વ્યક્ત કરી હતી.