પોશીના તાલુકામાં આદિવાસી યુવા જાગ્રુતી બેઠક યોજાઈ

સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના ગામ:મતરવાડા ખાતે ૧૫ મી ઓગષ્ટ ૨૦૨૦ ને શનિવાર ના રોજ આદિવાસી જાગ્રુતી બેઠક યોજાઈ જેમા પોશીના તાલુકાના મતરવાડા ગામના મુખી શ્રી જોગીરાભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ યુવા જાગ્રુતી બેઠકમાં મતરવાડા ની આજુબાજુ ગામો ના શિક્ષિત યુવાનો ઉપસ્થિત રહયા હતા, બેઠકની શરૃઆતમાં જગદીશભાઈ તરાલ દ્વારા જાગ્રુતી ના ભાગ રૂપે માર્ગદર્શન આપ્યુ હતુ, અને સમાજના હિત માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠક મા ઉપસ્થિત મતરવાડા ગામના સવજી પરમાર, વનરાજ પરમાર, અલ્કેશ પરમાર, રાજેશ પરમાર, લક્ષ્મણ ગમાર, બાબુ પરમાર, ઈકબાલ પરમાર, કોદર ગમાર, મેઠિયા પરમાર, સુરેશ પરમાર, કિશન પરમાર, જગદીશ પરમાર, રાજેશ ગમાર, કાળાભાઈ પારઘી સહીતના યુવાનો બેઠકમાં ઉપસ્થિત રહયા હતા, આદિવાસી સમાજમાં ઘેર ઘેર જાગ્રુતીનો સંદેશ પોચાડવાનો સંકલ્પ લીધો હતો. આજની બેઠકમાં પોશીના તાલુકા ભીલીસ્થાન ટાઇગર સેનાના ચંદ્રેશ ગમાર અને તેમની ટીમ ઉપસ્થિત રહી હતી અને બેઠક ના અંતમાં આભારવિધિ અરવિંદ પરમાર દ્વારા કરી બેઠક પૂર્ણ કરી હતી.
રિપોર્ટ : સતિષ પરમાર (પોશીના)