માઉંટ આબૂના નક્કી તળાવ પાસે રીંછ આવ્યું

માઉંટ આબૂના નક્કી તળાવ પાસે રીંછ આવ્યું
Spread the love

ગુજરાત અને રાજસ્થાન નું કાશ્મીર એટલે માઉંટઆબૂ હાલ મા પર્યટકો થી ઉભરાતું જોઈ શકાય છે લોકો દૂર દૂર થી કુદરતી સૌંદર્ય નો નજારો જોવા આવી રહ્યા છે બીજી તરફ આબુ મા રીંછ લોકો ના વિસ્તારો મા આવવાની ઘટના બની રહી છે છેલ્લા અઠવાડીયા થી આબુ ના અલગ અલગ વિસ્તારો મા રીંછ આવવાની ઘટના સામાન્ય બની છે ત્યારે આજે આબુ ના પ્રસિદ્ધ નક્કી તળાવ પાસે આવેલા આર્ય સમાજ મંદિર પરીસર મા રીંછ આવ્યું હતુ રીંછ ને જોઈને લોકો એકઠા થઇ ગયા હતા

આબુ નું સુપ્રસિદ્ધ નક્કી તળાવ આબુ ની આન બાન અને શાન છે ત્યારે આજે નક્કી તળાવ પાસે આવેલા આર્ય સમાજ મંદિર ના પરિસર મા રીંછ આવ્યું હતું રીંછ ને જોઈને લોકો એકઠા થઇ ગયા હતા અને પોતાના મોબાઈલ મા વિડિઓ બનાવતા હતા ,મળતી માહિતી પ્રમાણે જંગલ મા ભૂખ ને લઈને રીંછ ભોજન માટે આર્ય સમાજ મંદિર ના પરીસર મા 1 કલાક જેટલો સમય રીંછ બેસી રહ્યું હતુ અને ત્યારબાદ જંગલ વિસ્તાર મા જતુ રહ્યુ હતુ આબુ મા 350 કરતા વધુ રીંછ વસવાટ કરે છે

રીંછને લઈને લોકોમા ઉત્સુકતા

છેલ્લા અઠવાડીયા મા આબુ મા વિવિધ વિસ્તારો મા રીંછ માર્ગો પર ફરવાની ઘટનાઓ હવે સામાન્ય થઇ ગઈ છે આબુ ની પહાડીયો મા 350 કરતા વધુ રીંછ વસે છે અને ચોમાસા ની ઋતુ મા રીંછ લોકો ના રહેણાંક વિસ્તાર મા આવી રહ્યા છે આબુ મા રીંછ જોવા મળતા અહીં ફરવા આવતા લોકો આ રીંછ નો વિડિઓ બનાવે છે આજે પણ આર્ય સમાજ મંદિર પાસે લોકો વિડિઓ બનાવતા નજરે પડ્યા હતા

IMG-20200820-WA0041-1.jpg IMG-20200820-WA0040-0.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!