અંબાજી મંદિરના કપાટ બંધ થયા, ભાદરવી પૂનમ બાદ ખુલશે અંબાજી મંદિર

અંબાજી મંદિરના કપાટ બંધ થયા, ભાદરવી પૂનમ બાદ ખુલશે અંબાજી મંદિર
Spread the love

શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ,આ ધામ અરવલ્લીની પહાડીઓ વચ્ચે કોટેશ્વર સરસ્વતી નદીને કિનારે વસેલું છે. ભાદરવી મહિનામાં અંબાજી ખાતે ઈતિહાસમાં પ્રથમ વખત ભાદરવી મહાકુંભ અંબાજી ખાતે યોજાશે નહીં શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી 23 તારીખના રોજ અંબાજી મંદિરના કપાટ બંધ કરવામાં આવ્યા હતા અને આ કપાટ ભાદરવી પૂનમ બાદ ખુલશે.

કોરોના વાયરસ ને લઈને ગુજરાતભરમાં જન્માષ્ટમી મોહરમ તાજીયા અને ગણેશ ચતુર્થી ના કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે ત્યારે વિશ્વનો સૌથી મોટો પદયાત્રી મેળો ભાદરવી મહાકુંભ ઇતિહાસમાં પ્રથમવાર અંબાજી ખાતે યોજાશે નહીં. મંદિર ટ્રસ્ટ તરફથી તાજેતરમાં 1400 ધજાઓ ગુજરાતના ગામે ગામ મોકલવામાં આવી હતી દર વર્ષે ભાદરવી મેળામાં લાખો પદયાત્રી અંબાજી પગપાળા આવતા હતા. શ્રી આરાસુરી અંબાજી માતા ટ્રસ્ટ તરફથી ગબ્બર મંદિર, ગર્ભગૃહ દર્શન અને અંબાજી મંદિર આરતી દર્શન ભક્તોને ઘરે બેઠા ઓનલાઇન દર્શન સોશિયલ મીડિયાના માધ્યમથી કરાવવામાં આવશે.

12 દિવસ મંદિર બંદ રહેશે

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે 24 ઓગસ્ટ થી 4 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર ભક્તો માટે બંધ રહેશે. 27 ઓગસ્ટ થી 2 સપ્ટેમ્બર સુધી અંબાજી મંદિર ની હવન શાળામાં સહસ્ત્ર નવચંડી યજ્ઞ યોજવામાં આવશે જેના લાઈવ દર્શન પણ ભક્તો ને ઘરે બેઠા ઓનલાઇન કરાવવામાં આવશે.

IMG-20200821-WA0062-2.jpg IMG-20200821-WA0064-1.jpg IMG-20200821-WA0063-0.jpg

Amit Patel

Amit Patel

Right Click Disabled!