અરવલ્લી : મેઘરજના સ્વર્ગસ્થ પીઢ પત્રકાર દિલીપભાઇ સોનીના પરિવારે સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયુ

અરવલ્લી : જન્મ અને મરણ એ કુદરતી ક્રમ હોય છે દરેક મનુષ અને જીવ જેમનો જન્મ થયો હોય તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે અને તે પણ કુદરત ના હાથ માં પણ પોતાના સત કર્મો થી દરેક વ્યક્તિ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી અને મૃત્યુ બાદ તેને ઓળખવામાં આવે છે ત્યારે આવોજ એક કિસ્સો મેઘરજ ના પીઢ પત્રકાર દિલીપભાઈ સોની ગુજરાત સમાચાર માં 45 વર્ષથી પત્રકારીત્વ કરતા હતા અને તેમને કેટલાય ગરીબો આદિવાસી ઓ અને અભણ પરિવારો માટે એક પત્રકારત્વ ના માધ્યમ થી અનેક સરકારી યોજનાઓ નો લાભ આપાવ્યો હતો તેમજ ખુબજ સાદગી થી પોતાનું જીવન વિતાવ્યું અને અંતિમ શ્વાસ સુધી પત્રકારત્વ કરતા ત્યારે બાળકો પણ તેમને ના પાડતા હતા કે હવે મુકો એક તરફ અને આરામ કરો છતાં તેમને છેલ્લે છેલ્લે પણ મીડિયા ના બે મિત્રો ને દોસ્ત તું મને તારા હાથે પાણી તો પીવડાવે તો ખૂબ સારું તેમ કહી તેમની યાદો અને તેમને સંચય કરેલા સંસ્કારો આજે તેમના બાળકો એ એક ઉત્તમ ઉદાહર રૂપ પૂરું પડ્યુ હતું.
કોઈપણ વ્યક્તિનું નિધન થાય તો પરિવારજનો તેમની યાદસ્વરૂપે જુદા જુદા પ્રકારની ભેટ પુસ્તકો કે બિસકીટ .ચોકલેટ આપાતા હોય છે પણ મેઘરજના પીઢ પત્રકાર સ્વર્ગસ્થ દિલીપભાઇ સોનીનું થોડાક સમય પહેલા દેહાંત થયુ હતુ એમના પરિવારે મળવા આવતા શુભેચ્છકો મિત્રો સગા સબંધીઅોને ધાર્મિક પુસ્તકની સાથે સાથે માસક નું પણ વિતરણ કર્યું .આવા ઉમદા વિચાર પાછળનો હેતુ એટલો હતો કે આવનાર કોઇ પણ વ્યક્તિ કોરોના જેવી મહામારી માં સંક્રમિત ન થાય અને રોગનો ભોગ ના બને તે માટે ઉમદા વિચાર કયોઁ છે જે વર્તમાન સંજોગોમાં પરિવારનો આ વિચાર સમાજ માટે ખૂબ જ પ્રેરણારૂપ અને આવકાર દાયક બની રહ્યો છે પત્રકાર સંઘ દ્વારા તેમના પરિવાર ને શોક સંદેશો આપી તેમને પડખે ઉભો રહેવા માટે નો દિલાસો આપતો પત્ર આપ્યો હતો.
રિપોર્ટ : મહેન્દ્રપ્રસાદ (અરવલ્લી)