ઉપલેટામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 124 મી જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલી કાર્યક્રમ

ઉપલેટામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 124 મી જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલી કાર્યક્રમ
Spread the love

ગુજરાતી શાયર ઝવેરચંદ મેઘાણી નો જન્મ ચોટીલા મુકામે 28 ઓગસ્ટ 1896 માં થયો હતો ઝવેરચંદ મેઘાણીએ ગ્રેજ્યુએશન પૂરું કરી એમ. એ નો અભ્યાસ અધુરો છોડી નોકરી પર લાગી ગયા હતા કલકત્તામાં નોકરી દરમ્યાન તેઓએ કવિ રવીન્દ્રનાથ ટાગોર ના લેખોથી પ્રભાવિત થઈ તેમના સાહિત્યનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.આજે પણ પ્રખ્યાત લોકગીત , મારુમન મોર બની થનગાટ કરે તે રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોનું ગુજરાતીમાં અનુવાદ છે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કવિ, સાહિત્યકાર, પત્રકાર, અને રાષ્ટ્રીય મુક્ત આંદોલનના યોદ્ધા હતા. તેમની કવિતાઓ અને સાહિત્યોમા જનતાની વેદના પીડાઓ રજૂ કરી રાષ્ટ્રીયમુક્તિ આંદોલનમાં તેમનું સાહિત્ય થકી આંદોલનકારીઓનો જોમ જીસ્સો રજૂ કરી નવયુવાનો, ખેડૂતો, અને શ્રમિકોને દેશની આજાદીમા જોડાવા માટે પ્રેરણા આપી હતી. આવા દેશમાટે પ્રેરણાદાઈ જીવન વિતાવેલા ઝવેરચંદ મેઘાણીની 124 મી જન્મ જયંતિ નિમિતે ઉપલેટા દૂધ મંડળીના પ્રમુખ શ્રી ડાયાભાઇ ગજેરા દ્વારા તેમજ ઉપલેટા નગરપાલિકા દ્વારા પુષ્પઅંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઉપલેટાના તમામ નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)

IMG-20200828-WA0008-2.jpg IMG-20200828-WA0002-1.jpg IMG-20200828-WA0005-0.jpg

Admin

Vipul Dhamecha

9909969099
Right Click Disabled!