રાજકોટ : અમેરિકન નાગરિકોની સાથે છેતરપિંડી કરતી ગેંગના 8 વ્યક્તિઓની ધરપકડ

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર ખુર્શીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ પ્રવિણકુમાર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા નાઓએ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા સારૂ સચોટ હકિકત મેળવી રેઇડ કરવા સુચના કરેલ હોય. જે સુચના અન્વયે અમે પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ગઢવી ના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર D.C.B પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.બી.ધંધલ્યાની ટીમના સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમિયાન પોલીસ હેડ.કોન્ટેબલ રાજેશભાઈ બાળા, રઘુવીરસિંહ વાળા, સિધ્ધરાજસિંહ જાડેજા તથા સુભાષભાઇ ધોધારીને ચોકકસ બાતમી હકીકતના આધારે ૧૫૦ ફુટ રીંગ રોડ, રૈયા ટેલીફોન એક્ષચેન્જ નજીક આવેલ આલ્ફા પ્લસ કોમ્પલેક્ષમાં ૮ માં માળે ઓફીસ ને. ૮૦૪/એ રાજકોટ ખાતેથી અમેરિકન નાગરિકોની સાથે છેતરપિંડી કરતી ગેંગના કોલસેન્ટર પકડેલ છે. જેમાં ૮ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય હજુ એક આરોપીની શોધખોળ ચાલુ છે. જે માસ્ટર માઇન્ડ છે. દેવેન્દ્ર ઉર્ફે નેનો રહે. મુંબઇ જે હાજર મળી આવેલ નથી. અને આ કોલસેન્ટરનો મુખ્ય સુત્રધાર છે. ૨ દિવસ પહેલા બોમ્બે ગણેશ વિસર્જન અર્થે ગયેલાની વિગત જણાય આવેલ છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)