રાજકોટ મહાનગરપાલિકાને ELETS HOUSING AWARD

રાજકોટ મહાનગરપાલિકાને ELETS HOUSING AWARD
Spread the love

રાજકોટ શહેર મહાનગરપાલિકાના સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્લમ વિસ્તારોના રીડેવલપમેન્ટ માટે P.P.P પોલીસી ૨૦૧૩ અંતર્ગત શહેરમાં આવેલ ઝુપડપટ્ટી વિસ્તારોને P.P.P ધોરણે વિકસાવવા માટે નીતિ ઘડવામાં આવેલ છે. આ પોલીસી અંતર્ગત ભારતનગર સ્લમ વિસ્તાર રીડેવલપ કરી નવી અનેક સુવિધાઓથી સુસજ્જ એવું આવાસ યોજના તૈયાર કરવામાં આવેલ છે. આવાસ યોજનામાં રાજકોટ મહાનગરપાલિકાને ELETS HOUSING AWARD મળેલ છે. તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. તા.૨૬ થી ૨૮ઓગસ્ટ દરમ્યાન ઓનલાઈન યોજાયેલી ELETS NATIONAL HOUSING SUMMIT માં રાજકોટ મહાનગરપાલિકાને આ એવોર્ડ આપવામાં આવ્યો છે.

સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત સ્લમ વિસ્તારના રિડેવલપમેન્ટ માટે P.P.P પોલીસી ૨૦૧૩ અંતર્ગત શહેરમાં આવેલ ઝુપડપટ્ટી વિસ્તારોને P.P.P ધોરણે વિકસાવવા માટે નીતિ ઘડવામાં આવેલ છે. આ પોલીસી અંતર્ગત ભારતનગર સ્લમ વિસ્તાર રીડેવલપ કરવા માટે નિયત સત્તામંડળ દ્વારા નિર્ણય લઈને ડેવલપરની નિમણૂક કરી ડેવલપર દ્વારા ટી.પી.સ્કીમ નં.૨૮ (મવડી)ની સરકારની માલિકીના ફ઼ાઇનલ પ્લોટ્ નં.૪૯/૧ અને રાજકોટ મહાનગરપાલિકાના S.E.W.S માટે આરક્ષિત પ્લોટ નં.૪૯/B તથા કોમર્શીયલ માટે આરક્ષિત ૪૯/c આમ કુલ.૩ પ્લોટમાં રહેલ ઝુપડપટ્ટીને દુર કરી તેનો સમાવેશ પ્લોટ નં.૪૯/૧ માં કરીને પ્લોટ નં.૪૯/B તથા ૪૯/C ને ફરતે કમ્પાઉન્ડ વોલ કરી રાજકોટ મહાનગરપાલિકાને પરત આપવામાં આવેલ છે.*

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200827-WA0064.jpg

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!