રાજકોટ : ત્રિમુર્તી બાલાજી મંદિર ખાતે શંકાસ્પદ બોમ્બ જેવી વસ્તુ હોવાની અફવાથી ખળભળાટ

રાજકોટ શહેરમાં ૧૫૦ ફુટ રીંગ રોડ શહેરી જનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ત્રિમુર્તિ બાલાજી મંદિરમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ પડી હોવાની જાણ થતા જ પોલીસ અને બોમ્બ સ્કોડની ટીમ તાત્કાલીક ત્રિમુર્તિ મંદિર ખાતે દોડી ગઈ હતી. પોલીસે સ્થળ નિરિક્ષણ કરી શંકાસ્પદ વસ્તુની તલાસી લેતા પેટ્રોલ પંપમાંથી પેટ્રોલનો નમૂનો લીધેલ બોટલ હોવાનું માલુમ પડ્યુ હતું. અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ નહી હોવાનું જાણવા મળ્યુ હતું.
પેટ્રોલ પંપમાંથી લીધેલ પેટ્રોલનો નમૂનો લીધેલ બોટલ કોઈક અજાણ્યો શખ્સ ભૂલી ગયો કે જાણી જોઈને મૂકી ગયું છે. તે દિશામાં પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. ત્રિમુર્તી બાલાજી મંદિર ખાતે બોમ્બ હોવાની અફવાથી અફડા તફડી મચી ગઈ હતી. તપાસમાં પેટ્રોલ પંપમાંથી લીધેલા પેટ્રોલનો નમૂનો લીધેલ બોટલ હોવાનું માલુમ પડતા શહેરી જનો અને પોલીસ તંત્રએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)