રાજકોટ : આત્મીય યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી વિવિધ પ્રકારની ફિ વસુલવામાં આવે છે

રાજકોટ શહેર આત્મીય કેમ્પસ ખાતે વિદ્યાર્થીઓને સાથે રાખી ઉગ્ર રજૂઆત કરી આંદોલન કરતા ૧૦ જેટલા વિદ્યાર્થી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. તેમજ રોડ-રસ્તાઓ પર નાણા ઉડાડી વિરોધ કરાયો હતો. A.B.V.P દ્વારા રજીસ્ટારને કરેલ રજુઆતમાં જણાવ્યું હતું કે, હાલના કોરોના મહામારીના સમયમાં નવું સત્ર ઓનલાઈન ચાલુ કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીમાં લેબોરેટરી, કોલેજ કેમ્પસ, ઈલેકટ્રીસીટી, કલાસરૂમનો કોઈપણ જાતનો ઉપયોગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતો નથી. યુનિવર્સિટીને પણ આર્થિક ઘણો બચાવ થાય છે.
જેથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને માંગ કરવામાં આવે છે કે આ ચાલુ સત્રની ટ્યુશન ફી યુનિવર્સિટી તંત્રને ઓનલાઈન શિક્ષણ આપવા જરૂરી છે. તેટલી જ લેવામાં આવે અને બીનજરૂરી ફી માફ કરવામાં આવે જેથી વિદ્યાર્થીને કોરોના મહામારીના સમયમાં આર્થિક દબાણ ન થાય. સાથો સાથ વિદ્યાર્થીઓને ફી ભરવા માટે કોઈપણ જાતનું દબાણ કરવામાં ન આવે. તાત્કાલીક ધોરણે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ફી ઓછી કરો તેવી અપેક્ષા રાખવામાં આવે છે. જો તાત્કાલીક ધોરણે આપના દ્વારા ફી ઓછી કરવાનો કોઈ નિર્ણય લેવામાં નહિં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી સમયમાં આંદોલનાત્મક પ્રવૃતિ કરવામાં આવશે. જેની સમગ્ર જવાબદારી યુનિવર્સિટી તંત્રની રહેશે તેવી ચિમકી ઉચ્ચારી છે.*
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)