ડભોઇ તાલુકાના યાત્રાધામ ચાણોદ ખાતે નર્મદા નદીમાં નવા નીર આવતા નદી બે કાંઠે…

હાલ પડી રહેલા અવિરત વરસાદ ના પગલે તેમજ ઉપરવાસ માં પણ ખુબ વરસાદ થતા હાલ નર્મદા ડેમ ની સપાટી માં રોજ વધારો થઇ રહ્યો છે.હાલ પાણી ની વધુ આવક થતા નર્મદા ડેમ ના દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા ડભોઇ તાલુકા ના પવિત્ર યાત્રા ધામ ચાણોદ ખાતે આવેલ નર્મદા નદી માં નવા નીર આવ્યા હતા અને નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે.અને ચાણોદ ના મુખ્ય ઘાટ ના108 માં થી 75 જેટલા પગથિયાં ડૂબી ગયેલ જણાઈ આવે છે.
જે જોતા ડભોઇ મામલતદાર દ્વારા પ્રજા જોગ સંદેશ આપવામાં આવ્યું છે કે સરદાર સરોવર ડેમમાંથી ત્રણ લાખ કયુસેક પાણી છોડવામાં આવેલ હોવાથી ડભોઇ તાલુકા ના નદી કિનારાની આસ પાસ આવેલ નિચાણ વાડા ગામો ને સચેત રેહવા સૂચના આપી દેવામાં આવી છે.તેજ ગ્રામજનોને નદી કિનારે તથા ચાણોદની પ્રજાની ઘાટ ઉપરના જવાની સૂચના આપવામાં આવી છે. ઉપરાંત અન્ય કોઈ પણ મુશ્કેલી હોય તો તમામ તાલુકાની પ્રજાને તાલુકા કંટ્રોલ રૂમ ૦૨૬૬૩-૨૫૪૩૧૫ નંબર ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.