ખેડબ્રહ્મા: ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના તથા આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડૂતોને મદદરૂપ થવા નવી સહાય યોજનાઓ માટે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ અર્બુદા સેવા સમિતિ ખેડબ્રહ્મા ખાતે તારીખ 29 8 2020 સવારે 9 45 કલાકે યોજાયો. આ મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના જાગરૂકતા કાર્યક્રમમાં 50 મુદ્દા અમલીકરણ સમિતિના ચેરમેન શ્રી આઇ. કે. જાડેજાના અધ્યક્ષ પદે યોજાયો. કાર્યક્રમની શુભ શરૂઆત દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામા આવ્યો હતો.
મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડૂતો માટેની નવી યોજનાઓની સમજ ખેતીવાડી ક્ષેત્રે કેટલીક યોજનાઓની પૂર્વ મંજૂરીનું વિતરણ, મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના હેઠળ મળતા લાભો વિશેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આત્મા પ્રોજેક્ટ સાબરકાંઠા ના આયોજન દ્વારા ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગરના તાલુકાના ખેડૂત મિત્રોને ખેતીવાડી ક્ષેત્રે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
ખેડૂત લાભાર્થીની પાત્રતા યોજના માટે શું હોય તે વિશે અને યોજનાના સહાયના ધોરણો વિશે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. આ ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમમાં સંસદ સભ્ય શ્રી રમીલાબેન બારા, પ્રદેશ જિલ્લા તથા તાલુકા મંડલના હોદ્દેદારો, મોરચાના પદાધિકારીઓ તથા કિસાન મોરચાની સમગ્ર કારોબારી, નાયબ ખેતી નિયામક સાબરકાંઠા તથા આત્મા પ્રોજેક્ટ ની જિલ્લા અને તાલુકાની તમામ ટીમો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી.
ધીરુભાઈ ખેડબ્રહ્મા