ગાંધીનગર જિલ્લામાં ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી

- ભારતમાં ૧.૫ કરોડ લોકો અંધ : દર વર્ષે ૨૫ હજાર વ્યક્તિઓ અંધ બની રહ્યા છે : દેશમાં ૧૨ લાખ લોકો કીકીના રોગથી અંધ
ગાંધીનગર જિલ્લામાં તા. ૨૫મી ઓગષ્ટ થી તા. ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ દરમ્યાન ચુક્ષદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પખવાડિયા દરમ્યાન લોકોમાં ચુક્ષદાન અંગેની જાગૃત્તિ લાવી શકાય તેવા ઉમદા પ્રયાસ કરવામાં આવે છે. આ વખતે કોરોનાની મહામારીના કારણે આ પખવાડિયાની ઉજવણી વિવિધ માધ્યમો થકી લોકોને જાગૃત્ત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના આંખ વિભાગના વડા શ્રી ર્ડા. મરિયમ મનસુરી અને પ્રોગ્રામ ઓફિસર શ્રી ર્ડા. શિલ્પાબેન ભટ્ટે જણાવ્યું છે કે, ભારતમાં ૧.૫ કરોડ લોકો અંધ છે, જેમાં દર વર્ષે ૨૫ હજાર નવા વ્યક્તિઓ ઉમેરાય છે. અને તેમજ ૧૨ લાખ લોકો ફકત કીકીના રોગથી અંધ છે. ભારત દેશમાં વ્યક્તિની આંખમાં કોર્નિયા ઉપર કંઇક વાગવાથી, કેમિકલ્સ પડવાથી કે ચેપ લાગવાથી તથા વિટામીન એ ની ઉણપથી ફુલું પડી જાય છે. જેના લીધે જે તે વ્યક્તિ દષ્ટિહિન બની જાય છે.
સરકાર દ્વરા વિવિધ કાર્યક્રમો દ્વારા દ્રષ્ટિ પૂરી પાડી શકાય તે માટે વિવિધ યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. લોકોમાં જાગૃતિ લાવવા માટે દર વર્ષે તા. ૨૫ ઓગષ્ટ થી તા.૦૮ સપ્ટેમ્બર સુધી ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમ થકી લોકોમાં ચુક્ષદાન વિશે જાગૃત્તિ લાવવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવે છે. રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમ હેઠળ આરોગ્ય વિભાગના આંખ વિભાગ દ્વારા આ પખવાડિયાની ઉજવણી સમગ્ર રાજયમાં કરવામાં આવે છે. જે અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં આ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે લોકોમાં મૃત્યૃ બાદ વધુ ને વધુ વ્યક્તિઓ ચુક્ષદાન કરે અને અંધત્વ ધરાવતી વ્યક્તિને દ્રષ્ટિ આપે તેવી જાગૃત્તિ આપવાનો ઉમદા પ્રયાસ વિવિધ માધ્યમો થકી કરવામાં આવ્યો છે.