ખેડબ્રહ્માની હરણાવ નદીમાં ઘોડાપૂર

ખેડબ્રહ્મા શહેરની મધ્યમાં થી પસાર થતી હરણાવ નદી ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે બેકાબુ બની હતી. ખેડબ્રહ્મા ગામમાં થી રેલવે સ્ટેશન વિસ્તારમાં જવાના કોઝવે ઉપર થી પાણી વહેતાં સ્ટેશન વિસ્તારનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. નદીને કિનારે અને હાઈવે રસ્તા પરના પુલ ઉપર નદીના પુરને જોવા લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. હાઈવે રોડ પર બનાવવા આવેલ પુલ ઉપર પુલ ની પશ્વિમ તરફ ના ફુટપાથની ઉંચાઈ વધારી દેવામાં આવતા અને જુના પુલનું ડીવાઈડર એનું એજ રાખતા ફુટપાથ અને ડીવાઈડર વચ્ચે અંતર ઓછું રહેતા ફૂટપાથ ઉપર ચાલતા લોકો માટે મોટુ જોખમ તોળાઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે.
પુલ ઉપરના પશ્ચિમ તરફના ડીવાઈડર ઉપર લોખંડ ની પ્રોટકશન જાળી સળંગપુલના ડિવાઇડર પર મૂકવામાં આવે જે લોકહિતમાં છે. પુલ ઉપર ટ્રાફિક જામ ન થાય તે માટે પીએસઆઇ શ્રી વિશાલભાઇ બી પટેલ દ્વારા પોલીસને સ્ટેન્ડ બાય ના આદેશ આપવામાં આવ્યા છે. સાથે માર્ગ અને મકાનવ્યવહાર વિભાગ,ખેડબ્રહ્મા નદી ના પૂલ ઉપર બનાવેલ ડિવાઈડર ની તપાસ કરી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પુલ ઉપર ફુટપાથ અને ડીવાઈડર ની સ્થળ સ્થિતિ ની તપાસ કરી લોક હિતમાં ઘટતું કરે તેવી માગણી ઉઠવા પામી છે.
ધીરુભાઈ / ઋત્વિક પટેલ (ખેડબ્રહ્મા)