ખેડબ્રહ્મા : હિંગટીયા ગામની સીમમાંથી મહાકાય અજગર પકડાયો

ખેડબ્રહ્મા તાલુકાના હિંગટીયા ગામ ના ખેતરમાં અજગર જોવા મળતા ખેડુતોમા ભયનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોએ તાબડતોબ ફોરેસ્ટ વિભાગ માં જાણ કરી હતી. ફોરેસ્ટ વિભાગના અધિકારીશ્રીઓ ને જાણ થતાં વિશાલ ભાઈ, અમિતભાઈ નિખિલભાઇ અને ભાવેશભાઈ ની ટીમ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને અંદાજે તેરથી ચૌદ ફૂટ ના મહાકાય અજગરને મહા મહેનતે પકડીને સલામત રીતે જંગલમાં છોડી આવ્યા હતા. અવારનવાર જંગલ વિસ્તારમાં નાના મોટા અજગર જોવા મળતા હોય છે એવું ફોરેસ્ટ વિભાગ ની ટીમ દ્વારા જાણવા મળ્યું હતું.
ધીરુભાઈ (ખેડબ્રહ્મા)