ડભોઇ વડોદરા રેલવે ક્રોસીંગ ઉપર ઊંચાઈ અવરોધક એંગલો લગાડતા ભારદારી વાહન ચાલકો પરેશાન

ડભોઇ પલાસવાળા ક્રોશીંગ, સરિતા ક્રોસીંગ ,સાઠોદ ક્રોશીંગ, સહિત થરવાંસા ક્રોસિંગ ઉપર વધુ ઊંચાઈ વાળા વાહનો પસાર ન થાય તે માટે રેલવે તંત્ર ઘ્વારા એંગલો લગાવી દેવામાં આવ્યા છે જે ૧૫ ફૂટ થી વધુ ઊંચાઈ વાળા વાહનો પસાર થઈ શકે તેમ ન હોય આવા કેટલાક વાહન ચાલકો ને હાલાકી ભોગવવી પડી રહી છે ડભોઇ તાલુકા માંથી પસાર થતી રેલવે લાઇનો જેમાં વડોદરા, ડભોઇ, છોટાઉદેપુર, ડભોઇ કરજણ, અને ડભોઇ ચાંદોદ કેવડિયા સુધી બ્રોડગેજ લાઈનો બનીને તૈયાર થઈ રહી છે ત્યારે આ રેલવે લાઈન વીજ વાયરો થી ચાલતી કરવાને લઇ ને વધુ ઊંચાઈ અને સામાન ભરેલા વાહનો વીજ વાયરને અડી ન જાય તે માટે ડભોઇ સ્ટેટ હાઇવે ૧૧ ઉપર આવેલ પલાસવાળા ક્રોસીંગ પર એંગલો લાગવા માં આવી છે જેના પગલે મધ્ય પ્રદેશ તેમજ મહારાષ્ટ્ર તરફથી આવતા વધુ ઊંચાઈ વાળા વાહનો ને આ એંગલો માંથી પસાર ન થઈ શકતા હોય વાહન ચાલકો હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે.