કોસાડી મેડીકલ ટ્રસ્ટ સંચાલિત ડિસ્પેન્સરીમાં સેવા આપનાર સ્ટાફનું સન્માન કરાયું

કોસાડી મેડીકલ ટ્રસ્ટ સંચાલિત ડિસ્પેન્સરીમાં સેવા આપનાર સ્ટાફનું સન્માન કરાયું
Spread the love

કોસાડી મેડીકલ ટ્રસ્ટ સંચાલિત ડિસ્પેન્સરીમાં સેવા આપનાર સ્ટાફનું સન્માન કરાયું છે.કોવિડ-૧૯ ની મહામારીમાં પોતાનાં સ્વાસ્થયની પરવા કર્યા વીનાં જે સેવા આપી રહ્યા છે એને ધ્યાનમાં લઈ સન્માન કરાયું છે.જેમાં ડો.અબ્દુલમજીદ ખત્રી,કમ્પાઉન્ડર આયશાબેન ભાણા સફાઈ કામદાર અમીનાબેન રંદેરાનુ કોસાડી ગામના નવયુવાનો તરફથી સન્માન કરવામાં આવ્યું છે. કોવિંડ -૧૯ ની મહામારીમા આ સ્ટાફે પોતાના સ્વાસ્થય અને પરિવારની પરવા કર્યા વિના રાષ્ટ્રહિત માટે સેવા યોગદાન અને સમય આપી રહ્યા છે. ગામના તથા આજુબાજુનાગામનાં દર્દીઓની ખુબ સારી રીતે સારવાર કરી રહ્યા છે. જેના અમૂલ્ય યોગદાન બદલ ગામના નવયુવાનોએ સન્માનપત્ર, રોકડ પુરસકાર આપી તથા સાલ ઓઢાડી સન્માનિત કર્યા છે .આ કાર્યક્રમમાં ગામના મોહમ્મદ કારા, હનીફ ભુલા અબદુલસમદ ગોધી, ઈમરાન ગોધી, ઈમરાન સાલેહ વગેરે હાજર રહ્યા હતા.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

1599740468060.jpg

Admin

Nazir Pandor

9909969099
Right Click Disabled!