સાબરકાંઠામા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાયૅક્રમ

- સાબરકાંઠામા મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાયૅક્રમ યોજાયો
- કેન્દ્ર અને રાજ્ય સરકાર એક જ લક્ષ્ય છે ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવી વિકાસ અટકતો નથી નવી યોજનાઓ આવતી જ રહેશે : જીડાના ચેરમેન શ્રી ભાવસાર
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હિંમતનગર ખાતે આત્મનિર્ભર પેકેજ ૭ પગલાં ખેડૂત કલ્યાણ ના કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને જીડાના ચેરમેન અને સાંસદ કે ના હસ્તે મંજૂરી પત્ર એનાયત કરાયા; બાયસેગ દ્વારા વંદે ગુજરાત ચેનલ દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નો પ્રેરક સંદેશો ખેડૂતોની વાત ઉપસ્થિત ધરતીપુત્રોએ સાંભળી રાજ્યકક્ષાએથી લાઈવ કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું. સાત પગલાં ખેડૂત ની આબાદી સાથે આવક બમણી કરશે તેના બે પગલા આજે ભર્યા છે જેમાં ૧.૨૫ લાખ લાભાર્થીઓને રૂ. ૪00 કરોડની સહાય ચુકવાશે અને બીજા બે પગલા ૧૭મી સપ્ટેમ્બરે વડાપ્રધાનશ્રીના જન્મદિને ભરાશે આમ સાત પગલા થી ખેડૂતોની કાયાપલટ અને સમૃદ્ધિના દ્વાર ખુલશે.
રાજ્યભરમાં આજે આત્મનિર્ભર પેકેજ સાત પગલાં ખેડૂત કલ્યાણ હેઠળ પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરિવહન યોજનાના લોકાર્પણ અને સહાય મંજુરી પત્રો આપવાનો કાર્યક્રમ બપોર બાદ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પ્રાંગણમાં ગુજરાત રાજ્ય ઊર્જા વિકાસ નિગમ જીડાના ચેરમેન શ્રી કિશોર ભાવસારના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાંસદશ્રી દિપસિંહ રાઠોડ અને માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી જેઠાભાઈ પટેલ અગ્રણીઓ મહાનુભાવો ખેતીવાડી અધિકારી અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને બાયસેગ દ્વારા પ્રસારિત વંદે ગુજરાત ચેનલના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ની સરકાર દ્વારા ખેડૂતો માટે લેવાઈ રહેલા પગલા અને નક્કર કામગીરી અને ભાવિ પગલાં અંગે મુખ્યમંત્રીશ્રીનો પ્રેરક સંદેશો સાંભળ્યો હતો અને ખેતીવાડી ખાતા દ્વારા તૈયાર કરાયેલી ખેતી વિકાસ અંગેની ફિલ્મ નિહાળી હતી જે લાભાર્થીઓ હતા તેમને મહાનુભાવોના હસ્તે મંજુરી હુકમ પત્રો એનાયત કરાયા હતા.
આ પ્રસંગે ચેરમેનશ્રી ભાવસારે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આગામી ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી કરવા જે કમર કસી છે અને એક પછી એક નક્કર પગલાં ભરીને ખેડૂતોને લાભ પહોંચાડીને આવક બમણી કરવાના કદમને બિરદાવ્યા હતા. સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના ની સરાહના કરી હતી સરકારે વિકાસને અટકવા દીધો નથી. એમના નિર્ધારને લક્ષ્યને પાર કરવા કપરા સમયમાં પણ આવા દૂરંદેશી અને સંવેદનાસભર કાર્યક્રમો આપીને નવી યોજના આપતા જ રહ્યા છે. તેનો રાજીપો વ્યક્ત કરી જણાવ્યું કે આજે પ્રાંતિજની કોબીજ, શાકભાજી મહાનગરો અને મોટા નગરો સુધી પહોંચી છે. ખેડૂતોને ટેકાના ભાવે મગફળી, કપાસ ખરીદીને ખેડૂતોને બેઠા કરવાની યોજના થકી તેમને આર્થિક ફાયદો થયો છે.
હવે નવી યોજનામાં પાક સંગ્રહ સ્ટ્રકચર અને પરિવહન માટે ૫૦,૦૦૦થી ૭૫,૦૦૦ હજાર સુધી ખેડૂતોને સહાયથી તેમની સધ્ધરતામાં વધારો થશે. ખેતીની ઉપજ વિના વિલંબે માર્કેટ પહોંચશે. તેમજ ખેતી સિવાયના તે ભાડું કમાઈને પણ આવક રળી શકશે. તેમ જણાવ્યું હતું ખેડૂતોને વીજ કનેક્શન, સોલર પેનલ, ૨૪ કલાક વીજ પુરવઠો અને દિવસે ખેડૂતોને લાઈટ આપીને તથા આખા દેશમાં ખેતીમાં ઈલેક્ટ્રીક સીટી ડ્યુટી વેરો નથી લેતું એકમાત્ર ગુજરાત રાજ્ય છે. વીજળીની બાબતમાં ગુજરાત સરપ્લસ છે. સબ સ્ટેશનનો મજબૂતીકરણ અને નવા સ્થાપનની વ્યવસ્થા. સાબરકાંઠામાં ૩૦૦ સોલર પાવર આપ્યા છે. અને અહીં કોલ્ડ સ્ટોરેજ વધુ છે તો તેમને પણ સોલરથી ચલાવવામાં મદદ કરવામાં આવે છે. અને ખેડૂતોની પ્રગતિને આ સરકારે પ્રાથમિકતા આપી છે તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી દિપસિંહ રાઠોડે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને કલ્યાણ માટે કાંઇ કસર છોડતા નથી પણ સાથે ખેડૂતોએ પણ એટલી જ મહેનત અને ધગશ રાખી ખેતરમાં તો પોતે જ મહેનત કરી પરિશ્રમ થકી પાક ઉત્પાદન કરી માર્કેટમાં પહોંચાડી ઊંચા ભાવ મેળવી પોતે જ પ્રગતિ કરવી પડશે. સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે અને રાજ્યપાલશ્રી પણ પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂકે છે ખેતીનો ખર્ચ ઘટાડી ઉપજ ઓર્ગેનિક ખેતી દ્વારા બમણી મેળવવાની ખેવના ખેડૂતે રાખવી પડશે. બધું જ સરકાર કરી દેશે પણ મહેનત તો ખેડૂતોએ જ કરવાની છે. તેમ જણાવી તમારા સુચનો અમને જણાવશો તમારી મુશ્કેલી અમે સરકાર સુધી પહોંચાડીશું. ગુજરાતની દેશ અને દુનિયામાં પ્રગતિ અને ખ્યાતિ વધારે છે તેમાં આપણા સૌની મહેનત પણ રહેલી છે એ આપણું ગૌરવ છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ તેમના પ્રેરક સંદેશોમાં જણાવ્યું હતું કે આ સરકાર ગરીબો, પીડીતો, શોષિતો અને ખેડૂતોની સરકાર છે. રાજ્યના સંસાધનો પર પહેલો હક ગરીબોનો ખેડૂતોનો છે. તેમ જણાવી પંડિત દીન દયાલ ઉપાધ્યાય કહેતા કે હર હાથ કો કામ અને હર ખેત કો પાની તે આપણે બખૂબી કર્યું છે. નર્મદાના જળ કચ્છ સૌરાષ્ટ્ર સુધી પહોંચાડયા છે. શ્રી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ ૧૭ દિવસમાં ડેમ ઉપર દરવાજા મૂકીને છેવાડાના માનવી સુધી પીવાનું પાણી અને ખેતીનું પાણી પહોંચાડયું છે. અગાઉની સરકાર કાંઇ કર્યું નથી અને નર્મદાનું જળ દરિયામાં વહી ગયું. ખેડૂતો વલખા મારતા રહ્યા પાણી માટે, આંદોલન અને લાઠીચાર્જ અગાઉના સમયમાં કર્યા છે આ સરકારે સુજલામ સુફલામ યોજના થકી ડેમ ચેકડેમ તળાવો ભરીને ખેડૂતોને ખેતી પિયત પાણી ખેતરે પહોંચાડયું છે.
ટપક સિંચાઈ ટેકાના ભાવ, પાક વીમા યોજના આ સરકારે ચાર વર્ષમાં ૧૫૦૦૦ કરોડની ટેકાના ભાવે ખરીદી કરી છે. હવે વિદેશના માર્કેટમાં પહોંચીને રૂપિયાને બદલે ડોલર કમાતા ખેડૂતો થયા છે. ખેડૂતોને ખાતર બિયારણ પાણી આપવામાં આવે છે. દુનિયાની ભૂખ ભાંગવાની કેવળ તાકાત આ ખેડૂતોના બાવડામાં રહેલી છે. ખેડૂતસમૃદ્ધ થશે તો ગામ શહેર અને રાજ્યો રાષ્ટ્ર સમૃદ્ધ થવાનું છે. દેશની પ્રગતિનો પાયો ખેડૂત છે તે અમે નિશ્ચિત પણે જાણીએ છીએ. ખેડૂતો માટે સાત પગલાં યોજનાથી વધુ મજબૂત અને પ્રગતિ થશે તેવો મને પૂરો વિશ્વાસ છે. આજે ૧.૨૫ લાખ લાભાર્થીઓ રૂપિયા ૪૦૦ કરોડની વિવિધ સહાય આપવામાં આવી છે. તેમ જણાવી હજી બીજા બે પગલા ભરી આગળ ડગ માંડતા જઈશું અને ગુજરાતની અને ખેડૂતોની પ્રગતિ આગળ ધપાવતા રહીશું.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)