ખેડબ્રહ્મા: આત્મનિર્ભર પેકેજ અંતર્ગત લોકાર્પણ કાર્યક્રમ

આત્મનિર્ભર પેકેજ અંતર્ગત સાત પગલા ખેડૂત કલ્યાણ હેઠળ પાક સંગ્રહની યોજના અને કિસાન પરિવહન યોજના ના લોકાર્પણ અંગે નો કાર્યક્રમ તારીખ 10 9 2020 ના રોજ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના લક્ષ્મીપુરા ગામે શેઠ એન. એલ. હાઇસ્કૂલના પટાંગણમાં શ્રી ઈશ્વરભાઈ ભાવસાર ચેરમેનશ્રી ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય કરી મહાનુભાવનું શાબ્દિક સ્વાગત અને પુષ્પગુચ્છથી કરવામાં આવી હતી. ગુજરાત સરકારે આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડૂતોની મદદ રૂપ થવા નવી સહાય યોજનાઓના સાત પગલા અમલમાં મૂકેલ છે. જેનો ખેડૂતોમાંથી હકારાત્મક પ્રતિભાવ પણ મળી રહ્યો છે. આ યોજનાઓમાં
- દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી
- જીવામૃત બનાવવા કીટ માટે સહાય
- કિસાન પરિવહન યોજના
- ખેડૂતો અને ખેત મજૂરો માટે સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કિટ યોજના
- મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના
- ટપક સિંચાઈ મારફત પાણીના કરકસર ઉપયોગ માટે ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવા સહાય યોજના અને
- વિનામૂલ્યે છત્રી અને શેડ કવર પુરા પાડવા જેવા
સાત પગલા ખેડૂતોના કલ્યાણ માટે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા છે જેનું લોકાર્પણ દરેક તાલુકા મથકે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકાના ખેડૂતોએ ભાગ લીધો હતો્. ખેતીવાડીની અન્ય નવી બાબતોથી ખેડૂતોને માહિતગાર કરવા ના કાર્યક્રમ માટે જિલ્લાના ત્રણ તાલુકાના ક્લસ્ટર બનાવી ખેડબ્રહ્મા તાલુકા કક્ષાનો આ કાર્યક્રમ ખેતીવાડી વિભાગ સાબરકાંઠા અને આત્મા પ્રોજેક્ટ ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. જેમાં ત્રણેય તાલુકાના ખેડૂતો, તાલુકા અને જિલ્લાના ભાજપના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધીરુભાઈ ખેડબ્રહ્મા